તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 30th August 2025
લીલીયા તાલુકા ડાયમંડ એસોશિયેશન દ્વારા વિજ પ્રશ્નો રજૂ
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં

લીલીયા તા. ૩૦ :.. લીલીયા મોટા પીજીવીસીએલ કચેરી ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની વિશેષ ઉપસ્થિતિમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભુપતભાઈ ધામત ની આગેવાનીમાં લીલીયા ને લગતા વીજ પ્રશ્નો બાબત બેઠક બોલાવી ચર્ચા ઓ કરવામાં આવેલ જેમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવેલ
જેમાં લીલીયામાં હિરા ઉદ્યોગ વિસ્તાર છે તેમા ૧૫ ટીસી આવેલા છે આ ૧૫ ટીસીને દર ગુરૂવારે ચેક કરવામાં આવેતો પાવરનો પ્રશ્નો હલ થાય, ડીયા તેમજ પીન નબળી પડેતો નાખવામાં આવે,પાવર બંધ કરતા પહેલા ડાયમંડ યુનીયનને જાણ કરવી જેથી હિરા મશીનરીમાં હોય તો તેમાથી લઈ લેવામાં આવે જેથી હિરાને નુકશાન ન થાય અને અંદાજે પાવર કેટલો સમય બંધ રહે તેની માહીતી આપવી લીલીયા સીટીમાં કોઈપણ ટીસીમાં ફોલ્ટ હોઈતો એકજ ટીસી બંધ કરવામાં આવે બાકી નાં ટીસી ચાલુ કરી દેવા જોઈએ, દર રવિવારે બે લાઈન મેન હાજર રાખવા કારણ કે રવિવારે ઓફીસ સ્ટાફ હોતો નથી પાવર ફોલ્ટમાં જાય ત્યારે તફલીક પડે છે,લીલીયા PGVCL માં ફોલ્ટ સેન્ટર ઉપર બે ફોન મુકવા કારણ લાંબા સમય સુધી પાવરની જાણ થતી નથી ૧૦ થી ૧૫ મીનીટ સુધી ફોન લાગતા નથી ફોન એંગેજ આવે છે,૬૬ કેવીમાં ટ્રેપીંગ આવે તો ૩ મીનીટમાં લાઈટ શરૂ કરવી જોઈએ ત્યાં પણ ફોન લાગતા નથી ફોન માં અઙ્ઘંગેજ આવ્યા રાખે છે પાવર કેટલો સમય પાવર બંધ રહેશે તેની વિગત જાણવા માટે,લીલીયા સીટીમાં ટીસી બદલવાનું થાય તો સમય ૧૨ થી ૨ સુધી અથવા તો ૬ થી ૭:૩૦ વાગ્યા સુધીમાં બદલવુ તેની જાણ હિરા યુનીયનને કરવી,મોટા તહેવાર જેવા કે જન્માષ્ટમી, મકર સંક્રાતી,ધુળેટી આવા તહેવારમાં પાવર કાપ ફેરફાર કરી આપવામાં આવે ખાલી એક દિવસ પુરતો પછી રાબેતા મુજબ, રાત્રીનાં લાઈનમેન કર્મચારી હોઈ તેને દિવસના કર્મચારી હાજર થાય પછી જ ઓફીસ છોડવી જોઈએ આ સમયમાં લાઈન ફોલ્ટ હોય તો ૯ વાગ્યા સુધી કોઈ હોતુ નથી,ફોલ્ટ લીલીયા સીટીમાં હોય કે વાડી વિસ્તારમાં હોય ગાડી એકજ હોય ગાડીનો વધારો કરવો તેમજ સ્ટાફ પુરતો રાખવા બાબત પણ ચર્ચા કરાઈ હવે મોટા સીટીમાં ફોલ્ટ રીપેરની ઓટોમેટીક ઘોડી છે તો તાલુકા લેવલે આવી મશીનરી જલ્દી મળે જેથી ફોલ્ટ જલ્દી રીપેર થાય
પાવર બંધ રેવાનો છે તેનો મેસેજ સાંજનાં ૦૬ કલાકે નાખવામાં આવે છે ત્યા હિરાના કારખાના અડધા બંધ થય ગયા હોય છે જેથી તે મેસેજમાં ફેરફાર કરીને બપોરનાં ૪ કલાકે મેસેજ નાખવો જોઈએ લીલીયામાં સ્ટાફને ફોલ્ટ સવારે કાગળ પકડાવીને મોકલી દે સ્ટાફ કાગળ લઈને નીકળી જાય પછી કોણે શું કર્યું અને કયારે કર્યું તેની તપાસ ઈઝનેર દ્વારા કરવામાં આવે જેવા કુલ તેર પ્રશ્નો ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ પી.જી.વી.સી.એલ અધિકારી પરીખ , પોકીયા,દાફડા ,નાયબ ઇજનેર સી.કે.દેવમુરારી સહિત તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ,ગૌતમભાઈ વિછીયા,જીગ્નેશ ઝિંઝુવાડીયા, ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી,કાનજીભાઈ નાકરાણી સહિતના તાલુકા પંચાયત સદસ્યો તેમજ ડાયમંડ એસોસિએશનની ટીમ ની ઉપસ્થિતિ વચ્ચે ઘણા ખરા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ તેમજ બાકી પ્રશ્નો તાત્કાલિક હલ થાય તેવું અધિકારીઓ દ્વારા કહેવામાં આવેલ તેમ મનોજ જોષીની અખબારી યાદીમાં જણાવેલ છે. (પ-૧૮)
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
