<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

જુના હીટાચી મશીન સહિત વાહનોની દલાલી કરતા જુનાગઢના પિતા-બે પુત્ર સામે ર૦ લાખની છેતરપીંડીની ફરીયાદ

હાલ ર આરોપી અગાઉના છેતરપીંડીના ગુનામાં રિમાન્‍ડ પર છે

જૂનાગઢનો મુન્ના મીર તથા તેના પુત્રો નવાજ અને નદીમ મુન્ના મીર જૂનાગઢમાં સબકા માલીક એક અર્થ મુવર્સ નામથી ખોદકામના જુના હિટાચી તથા જેસીબી તથા અન્‍ય વાહનોની લે વેચના સોદાઓ કરી દલાલીનો ધંધો કરે છે.

આ શખ્‍સો પૈકી મુન્ના મીર, તેનો પુત્ર નદીમ અને કાના હરિ ચૌહાણ સામે ગયા રવિવારે પાટણવાવ ના ઙ્કકાશભાઈ ભુપતભાઈ રાણવાએ ૧૧.૦૫ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ત્રણેય આરોપી હાલ રિમાન્‍ડ પર છે.

આ દરમિયાન ગુરુવારે પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે રહેતા અમિતભાઈ કેશુભાઈ પરમારે મુન્ના મીર, નવાજ મુન્ના મીર, નદીમ મુન્ના મીર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, ગઈ તારીખ ૧૦ થી ૧૪ ઓગસ્‍ટ દરમિયાન શખ્‍સોએ તેમને તથા અન્‍યને જુના હીટાચી મશીનના ફોટા પોતાના ફોનમાં બતાવી તેની કંડીશનની વિગતો આપી મશીન ગ્‍વાલીયર ખાતે પોતાના અંડરમાં જ છે. તેવો વિશ્વાસ આપ્‍યો હતો.

બાદમાં જુના હીટાચી મશીનનો રૂ. ૪૩ લાખમાં સોદો કરી પોતાની દલાલીના રૂ. ૨ લાખ આપવાનુ કહી જેમાં મશીનના રૂ. ૧૫ લાખ અગાઉ આપવાના તથા બાકીના રૂપીયા મશીનનો કબ્‍જો ગુજરાત ખાતે સોપ્‍યા પછી રૂ. ૧ લાખના આપવાનુ જણાવ્‍યું હતું. અને રૂ. ૫ લાખ ટોકન પેટે લઇ અમિતભાઈ પરમાર વગેરેને ગ્‍વાલીયર મધ્‍યઙ્ઘદેશ ખાતે બોલાવી તેમની પાસેથી રૂ. ૧૦ લાખ હીટાચી મશીન પેટે લઇ તથા દલાલી પેટે રૂ. ૨ લાખ પોતના બેન્‍ક એકાઉન્‍ટમા જમા કરાવી લીધા હતા. બાદમાં આરોપી પોતે મશીન ટ્રકમાં ભરવા જાય છે. તેવુ જણવી વિડીયો કોલ કરી પોતાની સાથે માથાકુટ થયેલ છે. પોતે લોહી લોહાણ થઇ ગયેલ છે. અને મશીન ફાઇનાન્‍સ વાળા લઇ ગયેલ છે. તેવુ જણાવી બાદ ફાઇનાન્‍સમાંથી મશીન છોડાવવા માટે ફરીયાદી તથા અન્‍ય પાસેથી રૂ. ૩.૨૦ લાખ બેંક ખાતા મારફતે ટ્રાન્‍સફર કરાવી લઇ હીટાચી મશીન કે આપેલ રૂપીયા પરત નહી કરી વિશ્વાસઘાત કરી કુલ રૂપીયા ૨૦.૨૦ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ કુતિયાણાના અમિતભાઈ પરમારએ કરતા સી ડિવિઝન પોલીસે ગઈકાલે ત્રણેય સામે ગુનો નોંધી પીએસઆઇ એચ. બી. ચૌહાણ તપાસ હાથ ધરી હતી. 

(1:52 PM IST)