<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

જુનાગઢમાં રાજમલ્‍ટી મીડીયા એજ્‍યુ. સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવ

જુનાગઢ : મોતીબાગ નજીક આવેલ રાજમલ્‍ટી મીડીયા એજ્‍યુકેશન કે જયાં સરકાર માન્‍ય કોમ્‍પયુટર એજ્‍યુકેશન સંસ્‍થા કાર્યરત છે. જેના સંચાલક સન્ની ગજેરા દ્વારા શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર રાધારમણ દેવ ટેમ્‍પલ બોર્ડના ચેરમેન પી પી સ્‍વામી તથા કોઠારી ધર્મકિશોરદાસજીની ઉપસ્‍થિતિ ગણપતી દાદાની વિધિવત સ્‍થાપના કરી આરતી કરવામાં આવેલ. આ પ્રસંગે દર્શીતભાઇ અને ત્‍યાંના વિદ્યાર્થીઓ પણ ઉપસ્‍થિત રહી લાભ લીધો હતો અને ભકિતભાવ સાથે ગણેશોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:48 PM IST)