<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ખંભાળીયા લોકમેળાની મુલાકાતે ‘આપ'ના ઇશુદાન ગઢવી

ખંભાળીયા, તા., ર૯: ખંભાળીયામાં યોજાયેલ મહાદેવના લોકમેળામાં આમ આદમી પાર્ટી દ્વારા ખાસ સ્‍ટોલ સાથે સદસ્‍યતા અભિયાન અને સેલ્‍ફી પોઇન્‍ટ રાખવામાં આવ્‍યો હતો તથા આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ પણ મેળામાં હાજરી આપી. મેળાની મોજ માણીને શકિતનગર ગ્રામ પંચાયતને આવું સુંદર આયોજન બદલ અભિનંદન આપ્‍યા હતા તથા અગ્રણીઓ દ્વારા ઇશુદાન ગઢવીનું સન્‍માન પણ થયું હતું.

(1:26 PM IST)