<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

આજ સાંજથી સૌરાષ્‍ટ્રના દરિયા કાંઠે ફરી વરસાદનો રાઉન્‍ડ

મિડલેવલમાં ભેજનું પ્રમાણ સૌરાષ્‍ટ્ર બાજુ વધી રહ્યું છે જેથી વરસાદી માહોલ સર્જાશેઃ રમેશ બસીયા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ર૮: ગુજરાતમાં ચોમાસાની સીઝન હજુ પૂરજોશમાં ચાલી રહી છે. ટંકારા તાલુકાના નાના ખીજડીયાના હવામાન નિષ્‍ણાત રમેશ બસીયા એ જણાવ્‍યું હતું કે, ૨૮ ઓગસ્‍ટ ૨૦૨૫ની સાંજથી આગામી ત્રણથી ચાર દિવસ સુધી સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં વરસાદનું જોર વધવાની શકયતા છે. આ પહેલા સૌરાષ્‍ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું, જ્‍યારે ગુજરાતના અન્‍ય ભાગોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. હવે, મિડલેવલમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં વરસાદની પુરી સંભાવના જોવાઈ રહી છે.

જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ ગિર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા સહિતના આ વિસ્‍તારોમાં આજ સાંજથી આગામી ૩-૪ દિવસ સુધી સારા વરસાદની શકયતા છે. તદ્‌ઉપરાંત રાજકોટ જામનગરના વિસ્‍તારોમાં પણ આની સિધી અસર જોવા મળશે. જેના કારણે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.(

(11:30 AM IST)