તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
મોરબીની કંસારા શેરી, સોની બજારમાં ખૂંટીયાનો ત્રાસ, વહેલીતકે ઉકેલ લાવવા માંગ
અનેક વખત વેપારીઓને પોતાની દુકાનો બંધ કરી દેવાની ફરજ પડી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની કંસારશેરીમાં મધુર ચોક, હીરાભુવન પાસે તેમજ સોની બજારમાં અવાર નવાર રખડતા ખૂંટીયાના આતંક હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખૂંટીયા બજારમાં ગમે ત્યારે ધસી આવે છે તેના કારણે બજારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ ખૂંટીયાનો આતંક એટલો વધી ગયો છે કે અનેક વખત વેપારીઓને પોતાની દુકાનો બંધ કરી દેવાની ફરજ પડી છે. પરિણામે, ધંધા-રોજગાર પર અસર પડી રહી છે. તેમજ રાહદારીઓને પણ તકલીફ પડે છે. તેથી આ સમસ્યાનું યોગ્ય સમાધાન લાવવા લોકમાંગ ઉઠી છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
