<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

દ્વારકામાં સવા ત્રણ લાખની ચોરી

 

જામખંભાળીયા તા. ર૬ :.. દ્વારકાના રાણેશ્વર મંદિરની પાછળના ભાગે રહેતા અને પશુપાલનના વ્‍યવસાય સાથે સંકળાયેલા વાલજીભાઈ કરસનભાઈ ભટ્ટ નામના ૩૫ વર્ષના બ્રાહ્મણ યુવાનના મકાનના ગત તારીખ ૨૩ ઓગસ્‍ટના રોજ બપોરે ૧ થી ૩ વાગ્‍યા  દરમિયાન તસ્‍કરોએ અનધિકળત રીતે પ્રવેશ કરી અને રૂમનું તાળું તોડી અહીં રહેલા કબાટનું પણ તાળું તોડી નાખ્‍યું હતું.

આ કબાટમાં રાખવામાં આવેલો રૂપિયા ૨,૭૦,૦૦૦ ની કિંમતનો ત્રણ તોલા સોનાનો હાર, રૂ. ૪૫,૦૦૦ ની કિંમતની અડધા તોલાની સોનાની વીંટી, રૂ. ૧,૦૦૦ ની કિંમતનો સોનાનો દાણો, રૂ. ૧,૫૦૦ ની કિંમતની ચાંદીની વીંટી, તેમજ રૂ. ૨,૫૦૦ ની કિંમતની ચાંદીની બે બંગડી ઉપરાંત રૂપિયા ૧૦,૦૦૦ ની રોકડ રકમ ઉસેડી ગયા હોવાનું ખુલવા પામ્‍યું છે.આમ, કુલ રૂપિયા ૩ લાખ ૩૦ હજારના મુદ્દામાલની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે વાલજીભાઈ કરસનભાઈ ભટ્ટની ફરિયાદ પરથી અજાણ્‍યા તસ્‍કરો સામે ગુનો નોંધ્‍યો છે. આ પ્રકરણમાં સ્‍થાનિક પી.એસ.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ દ્વારા તસ્‍કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે. (પ-૧૦)

(11:07 AM IST)