તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
ચુડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી લેતા મોત
રરમીએ દવા પી લીધા બાદ આજે અંતિમ શ્વાસ લેતા અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૬: રાજેશ મીઠાપરા નામના પોલીસકર્મીએ ૨૨ ઓગસ્ટે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનાં પ્રયાસ કર્યો હતો આજે તેનું મોત નીપજતા અરેરાટી વ્યાપી છે.
ચુડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ મીઠાપરાએ અગમ્ય કારણોસર ૨૨ ઓગસ્ટના રોજ ઝેરી દવા પી લઈ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે રાખવામાં આવ્યો હતો. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે પરંતુ તેની ટૂંકી સારવાર બાદ મેડિકલ કોલેજ ખાતે તેનું મોત નીપજવા પામ્યું છે અને પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પામ્યુ છે..
ત્યારે આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું તેની તપાસ ચાલુ છે ત્યારે હેડ કોન્સ્ટેબલ જ પોતાના પ્રાણ લીધા છે ત્યારે પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળવા પામ્યું છે ત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પોતાના ગામ ગોખરવાળા ગામે વાડી વિસ્તારમાં જઈ અને હેડ કોન્સ્ટેબલ રાજેશ મીઠાપરા દ્વારા ઝેરી દવા પી લઇ ત્યારબાદ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા પરંતુ તેનું મોત નીપજતા પરિવાર અને પોલીસ બેડામાં પણ શોકનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. (૭.૧૯)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
