News of Saturday, 23rd August 2025
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કૃષ્ણોત્સવ મેળોઃ અનેકવિધ સેવાકાર્યો
સાંસ્કૃતિક, સામાજીક અને આધ્યાત્મિક પરંપરાઓને જીવંત રાખવા પ્રયાસ

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજીત કૃષ્ણોત્સવ મેળાની મુલાકાત લીધી હતી તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ-મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૩ :. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત કળષ્ણોત્સવ મેળાની મુલાકાતે ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રા પધાર્યા હતા.
શ્રી કિરીટભાઇ ગણાત્રાએ મેળાનો આનંદ માણ્યો હતો. ગ્રુપની વિવિધ પ્રવળત્તિઓ વિષે વિગતવાર જાણકારી મેળવી સમાજ હિત માટે કરાતા કાર્યોની ખૂબ પ્રશંસા કરી. તેમણે યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાભાવી દૃષ્ટિ, સમાજજાગળતિના અભિયાનો અને યુવાનોને પ્રેરણા આપતા કાર્યક્રમોની હૃદયપૂર્વક સરાહના કરી હતી.
શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ગ્રુપને હંમેશા સહકાર આપવા માટે આશીર્વાદ આપ્યા અને આગલા દિવસોમાં પણ આવા જ કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા, સંસ્કળતિ અને સેવા ભાવના વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
કળષ્ણોત્સવ મેળો - ૨૦૨૫ અંગે પણ તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે આ મેળો માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ સાંસ્કળતિક, સામાજિક અને આધ્યાત્મિક પરંપરાઓને જીવંત રાખનાર એક અનોખો પ્રયાસ છે. યંગ ઇન્ડિયા ગ્રુપ માટે આ એક પ્રેરણાત્મક ક્ષણ રહી - કિરીટકાકા જેવા મુઠી ઊંચેરા માનવી, અકિલા પરિવારના મોભી, સમાજસેવકના આશીર્વાદ સાથે અમારી સેવાકીય કામગીરીને વધુ ઉર્જા અને દિશા મળી છે. તેમ યંગ ઇન્ડિયા ગ્રુપના હોદેદારોએ જણાવ્યું હતું. (
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
