તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
વંથલી વાયા માણાવદર સરાડિયા ચોૈટા વાંકના ૪૬ કિ.મી. રાજયધોરી માર્ગ ૩૨ને જેતપુર જુનાગઢ પોરબંદર ૧૫૧ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડવા માંગણી
વંથલી માણાવદર શહેરને બાયપાસ કરી નવો ફોર ટ્રેક બનાવી ટ્રાફિક અને અકસ્માતોને કાયમી ઉકેલ લાવી શકાશે

જૂનાગઢ તા.ર૩: હાલમાં ભાવનગર થી જાફરાબાદ કોડીનાર વેરાવળ પોરબંદર દ્વારીકા કોસ્ટલ હાઈવે દરીયાઈ પટ્ટી પર હયાત હોય ઉપરાંત પોરબંદર થી વાયા કુતીયાણા ચૌટા વાંક જેતપુર રાજકોટ નો નેશનલ હાઈવે ફોરટ્રેક પણ ચાલુ હોય પરંતુ માત્ર ૪૬ કીલો મીટરનો વંથલીથી માણાવદર સરાડિયા ચૌટા વાંક નો રાજ્ય ધોરી માર્ગ આઝાદીના ૭૯ વર્ષ બાદ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડવામાં શા માટે જોડવામાં આવતો નથી? આ અંગે વોઈસ ઓફ સોરઠના કન્વિનર રાકેશ લખલાણીએ પોરબંદરના સાંસદ કમ કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીય તેમજ કેન્દ્રીય કેબીનેટ મંત્રી માર્ગ અને પરિવહન રોડ ટ્રાન્સપોર્ટેશન એન્ડ નેશનલ હાઈવે ઓફ ઈન્ડિયાના કેબીનેટ મંત્રી નીતીન ગડકરી ને લેખીત પત્ર દ્વારા જણાવ્યુ છે કે હાલનો વંથલી ચૌટા રાજ્ય ધોરીમાર્ગ-૩રને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (જેતપૂર-જૂનાગઢ-સોમનાથ) અને રાષ્ટ્રીય ધોરી માર્ગ ૨૭ રાજકોટ-પોરબંદર સાથે જોડવાનો આ એકદમ અગત્યનો નાનો ટુકડો જોડી રાષ્ટ્રીય સ્તરે ફોરટ્રેક બની શકે એમ છે. હાલના આ રાજ્ય ધોરીમાર્ગ ને ફોરટ્રેક બનાવવા માટે પૂરતુ ટ્રાફીકેબલ આ રોડ હોવા છતા દાયકાઓથી નેશનલ હાઈવે સાથે ફોરટ્રેક બનાવવામાં શા માટે આવતો નથી?
ઉદ્યોગ વ્યાપરની દ્રષ્ટ્રીએ પોરબંદરમાં હાથી સિમેન્ટલ દિગવિજય સિમેન્ટ, બોક્સાઈટ સહિતના વિવિધ મોટા ઉદ્યોગો નો માલસામાન પિપવાવ પોર્ટ સાથે જોડતો આ રસ્તો થઈ શકે તેમ છે તેમજ ભાવનગર અલંગ શીપયાર્ડ, સ્ટીલ ઉદ્યોગ, ઈન્ડસ્ટ્રીઝ સહિતના અનેક ઉદ્યોગોને આ રોડ સાથે સર્કીટ બની પરિવહન થઈ શકશે. ઉપરાંત વેરાવળ-કોડીનારના સિધ્ધિ સિમેન્ટ, અંબુજા, જીએસસીએલ, વેરાવળની રેયોન ફેક્ટરી માટે પણ આ રોડને ટ્રાન્સપોર્ટેશન માટે જોડી શકાય તેમ છે.
સોનાની થાળીમાં લોઢાની મેખ હોય તેમ માત્ર ૪૬ કી.મી.ના આ ટુંકા રસ્તાને બાદ કરતા ચો તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય ત્યારે વંથલી સરાડિયા, વાયા ચૌટા વાંકને ફોરટ્રેક સાથે જોડવા અને ટુંકા અંતરે થી પરિવહન માટે અને માણાવદર બાંટવા વંથલી જીન ઉદ્યોગ માટે આ માર્ગ ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટીએ આશીર્વાદ બની શકશે. સાથે હાલ માણાવદર વંથલી શહેરમાંથી મોટા વાહનો સહિતનાઓને પસાર થવુ પડે છે. તેમાં છાછવારે નિદોર્ષોના જીવ જતા અટકાવવા માટે નવા બાયપાસ થકી કાયમી નિવારણ થઈ શકશે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
