<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ચુડાના હેડકોન્‍સ્‍ટેબલ રાજેશ મીઠાપરાનો આત્‍મહત્‍યાનો પ્રયાસ

 

વઢવાણ, તા. ર૩: ચુડા પોલીસ માથકમાં હેડ કોન્‍સ્‍ટેબલ રાજેશ મીઠાપરાએ પોતાના ગામ ગોખરવાળા ખાતે વાડી વિસ્‍તારમાં દવા પી લઈ આત્‍મહત્‍યાનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સુરેન્‍દ્રનગરની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્‍યા છે જોકે તેમની તબિયત અને હાલત અત્‍યંત ક્રિટીકલ હોવાથી આઈસીયુ વિભાગમાં છે.

પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ કયા કારણોસર તેમના દ્વારા ઝેરી દવા પી અને આત્‍મહત્‍યા કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર નથી આવ્‍યું. ડીવાયએસપી પણ ઘટનાને લઇ અને હોસ્‍પિટલે પહોંચ્‍યા છે અને આ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે.

(11:05 AM IST)