<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ધ્રોલના ઐતિહાસીક ભૂચર મોરીના મેળાનું ઉદઘાટન : કારોબારી અધ્‍યક્ષે રિબિન કાપી મેળાને ખુલ્લો મૂકયો

મોડીરાત્રી સુધીમાં રાઈડસની મંજૂરી ના મળતા રાઈડર્સ ચાલુ ન થઈ : લોકોએ રાઇડસ વગરનો મેળો માણ્‍યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૩: ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી ખાતે આજરોજ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્‍યો જેમાં ધ્રોલ નગરપાલિકાના કારોબારી અધ્‍યક્ષ સુરેશ ગોસાઈ તેમજ નગરપાલિકાની ટીમના કર્મચારીઓ મોટી સંખ્‍યામાં કાર્યકરો હાજરીમાં મેળાને ખુલ્લો મુકવામાં આવ્‍યો.

 ભૂચર મોરીના મેદાન સાંજે લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્‍યા ધ્રોલમાં ત્રણ દિવસનો લોકમેળોનું ભવ્‍ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્‍યારે આજરોજ ધ્રોલ નગરપાલિકાના કારોબારી અધ્‍યયન સુરેશ ગોસાઈના હસ્‍તે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો આ તો કે મોટી સંખ્‍યામાં લોકોએ મેળાનો આનંદ માણતા તસવીરો નજરે પડે છે. ધ્રોલ મુકામે ‘ઐતિહાસિક ભુચર મોરી' વિરતા અને શુરવીરો ની વિર ગાથા અને ૪૩૦ વર્ષ પહેલાં આશરે આવેલાં શરણાર્થીનું રક્ષણ માટે ક્ષત્રિયો ઓ એ બલીદાન આપીને ક્ષત્રિય ધર્મ બજાવી ને અનેક ક્ષત્રિયોઓ એ પોતાના જીવ ની આહુતિ આપીને એવાં વિરગતિ પામેલાઓની યાદમાં શ્રાવણવદ અમાસનાં દિવસે જામનગર જીલ્લાના ધ્રોલ/જોડીયાનાં આજુબાજુના વિસ્‍તારોમાંથી ગ્રામ્‍યની પ્રજાજનો મેળાની મોજ માણવા સ્‍વયંભુ આવીને મનોરંજન માણે છે આતકે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલા ધ્રોલ શહેર પ્રમુખ હિરેન કોટેચા, ધ્રોલ નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર, ધ્રોલ શહેર ઉપપ્રમુખ છેણાભાઈ વરુ, તેમજ ઉદ્યોગપતિ હેમરાજભાઈ મુંગરા, સહિતના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને મેળો ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો

ધ્રોલના ઐતીહાસીક ભૂચરમોરીના લોકમેળાની મોડી રાત્રી સુધીમાં તંત્ર દ્વારા રાઈડર્સની મંજુરી ના મળતા રાઈડર્સ ચાલકો મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો મોડી રાત સુધી રાઈડર્સ ચાલુ ન થતા મેળામા આવતા લોકોએ રાઇડર્સ વિના લોકોએ મેળો માણ્‍યો  હતો.

(11:46 AM IST)