<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ચોટીલાના સણોસરામાં પ્‍લોટમાં પાયા ખોદવા મામલે બઘડાટીઃ ૪ ઘવાયા

કુટુંબી ભાઇઓ એક બીજા પર ધારીયા, પાવડાના ઘા કર્યાઃ બુધાભાઇ, તેના પુત્ર રણજીત, કાકા બચુભાઇ અને સામા પક્ષે ભરત ખીહડીયાને ઇજાઃ રાજકોટ ખસેડાયા

 

રાજકોટ તા. ૨૩: ચોટીલાના સણોસરા ગામે કુટુંબી ભાઇઓ વચ્‍ચે સહીયારા પ્‍લોટ મામલે માથાકુટ થતાં એક બીજા પર ધારીયા, પાવડાથી હુમલો કરતાં ચારને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

સણોસરા ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં બુધાભાઇ પોપટભાઇ ખીહડીયા (ઉ.વ.૪૨) ઘર પાસેના પ્‍લોટમાં પાયા ખોદતા હોઇ બાજુમાં જ રહેતાં કુટુંબી ભાઇ ભરતભાઇ ભાદાભાઇ ખીહડીયા (ઉ.વ.૪૦)એ ઝઘડો કરી બીજા લોકો સાથે મળી ધારીયાથી હુમલો કરતાં ઇજાઓ થઇ હતી. બુધાભાઇને બચાવવા તેનો દિકરો રણજીત (ઉ.વ.૨૨) અને કાકા બચુભાઇ નરસીભાઇ ખીહડીયા (ઉ.વ.૬૦) વચ્‍ચે પડતાં તે પણ ઘાયલ થયા હતાં.

સામા પક્ષે ભરતભાઇ ભાદાભાઇ ખીહડીયા પણ પોતાના પર બુધા, બચુ, વલ્લભ સહિતે પાવડાથી હુમલો કર્યાની રાવ સાથે રાજકોટ હોસ્‍પિટલમાં દાખલ થતાં સિવિલ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રકાશભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. સહીયારા પ્‍લોટમાં પાયા ખોદવા બાબતે માથાકુટ થતાં એક બીજા પર હુમલો થયાનું જણાવાયું હતું. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૫)

(10:52 AM IST)