તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
ધ્રોલ પંથકમાં સૌની યોજના અંતર્ગત આજી 3 થી ઊંડ1 વચ્ચે પાઇપલાઇનમાં નર્મદા મૈયાનું પાણી છોડાયુ : જુઓ વિડિયો
નર્મદાનું આ પાણી પીયત માટે છોડાતા ખેડૂત ખુશખુશાલ : પીપરટોડા, સુમરા, રાજપર, હમાપર, સહિત ગામના લોકો ઉપસ્થિત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૨ : ધ્રોલ પંથકમાં સૌની યોજના અંતર્ગત આજી 3 થી ઊંડ1 વચ્ચે આવેલી પાઇપલાઇનમાં નર્મદા મૈયાનું પાણી છોડાયુ છે. હાલ હજુ વરસાદની ખુબ ધટ હોવાથી ખેડુતને આશા નુ કિરણ નર્મદાનું પાણી છે નર્મદાનું આ પાણી પીયત માટે છોડાતા ખેડૂત ખુશખુશાલ થયા છે. પીપરટોડા, સુમરા, રાજપર, હમાપર, સહિત ગામના લોકો પાણી છોડાયું ત્યારે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય લગધસિંહ જાડેજા, સહિતના સંગઠનના હોદેદારોનો સૌએ આભાર વ્યક્ત કર્યો હતો.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
