<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

કલ્‍યાણપુરમાં મોસમનો કુલ ૪૦, દ્વારકામાં ૩૦, ભાણવડમાં ૧૯, ખંભાળીયામાં ૧૭ ઇંચ વરસાદ

શનીવારથી શરૂ થયેલ મેઘમહેર પ દિવસથી યથાવતઃ આજે સવારથી જોર ઘટયુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારના રોજથી શરૂ થયેલો વરસાદ સતત પાંચમાં દિવસે પછી અવિરત રહ્યો છે તથા છેલ્લા ર૪ કલાકમાં દ્વારકા જિલ્લામાં પોણાથી પોણા પાંચ ઇંચ સુધી વ્‍યાપક વરસાદ પડયો હતો. છેલ્લા ર૪ કલાકના વરસાદી આંકડા જોઇએ તો સૌથી વધુ દ્વારકામાં પોણા પાંચ  ઇંચ વરસાદ પડયો છે. જયારે કલ્‍યાણપુર તાલુકામાં પોણા ત્રણ ઇંચ, ભાણવડમાં પોણા બે ઇંચ જયારે ખંભાળીયામાં સૌથી ઓછો પોણો ઇંચ જ વરસાદ પડયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ મોસમનો  વરસાદ જોઇએ તો કલ્‍યાણપુરમાં સૌથી વધુ ૪૦ ઇંચ ૧૦૧૧ મી.મી., દ્વારકામાં ૭પ૦ મી.મી., ૩૦ ઇંચ, ભાણવડમાં ૪૧૪ મી. મી. ૧૯ ઇંચ, ખંભાળીયામાં ૪૩૦, ૧૭ ઇંચ સાથે જિલ્લાનો સરેરાશ વરસાદ ર૬ ઇંચ આ વર્ષના ચોમાસામાં પડયો છે. ગઇકાલે પણ દ્વારકા, કલ્‍યાણપુર - ભાણવડમાં ચેક ડેમો નદીઓમાં પૂર આવ્‍યા હતાં.

ભોગાત પાસે ખાનગી કંપનીના શ્રમિકો એક સબ સ્‍ટેશન જેવા હોલના સ્‍થળે રહેતા હોય ઉપરવાસ તથા આજુ બાજુ વરસાદ પડતા ભારે પુર આવતા શ્રમિકો જે જગ્‍યાએ રહેતા હતા. તેની ચારે તરફ પાણીના પુર સાથે નદીઓ વહેવા લગાતા આ મજૂર પરિવારો ગભરાઇ ગયા હતાં. બાદમાં ઘડી કંપનીએ  ખંભાળીયા ફાયર બ્રીગેડને જાણ કરતા ચીફ ફાયર ઓફીસર મીતરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં મનસુખભાઇ મારૂ, નીમેશ પ્રજાપતિ તથા ટ્રેઇની જવાનો, બોલ લઇને પહોંચી ગયા હતા

તથા પાણીમાં ફસાયેલા સાત નાના બાળકો તથા ૧૦ મહિલાઓ તમામને લાઇફ જેકેટ પહેરાવીને બોટમાં ખેલાડીને સલામત રીતે પૂરની વણ કારી બચાવાયા હતાં. કલ્‍યાણપુર મામલતદારો ડીઝાસ્‍ટરની ટીમ પણ આ કાર્યમાં મદદે આવી હતી.

કલ્‍યાણપુરમાં પાણીમાં તણાયેલ યુવાનની શોધખોળ ચાલુ

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે કલ્‍યાણપુરમાં નીલકંઠ મહાદેવ પાસે ભુરાભાઇ નામનો યુવાન પુલ પાસેથી નીકળવા જતાં પાણીમાં તણાઇ ગયેલ જેની શોધખોળમાં એન. ડી. આર. એફ. તથા સ્‍થાનિક તરવૈયાઓ સાથે ખંભાળીયા ફાયર ટીમે શોધખોળ હાથ ધરી છે. (પ-૧૧)

(1:27 PM IST)