તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st August 2025
બરડા અભયારણ્યમાં વન્યજીવન સંરક્ષણનો નવો અધ્યાયઃ ગુજરાત વન વિભાગ અને વનતારાએ સંયુક્ત પહેલ કરી
વનતારાના જામનગરમાં સ્થિત અત્યાધુનિક સુવિધામાંથી ૩૩ ચિત્તલ બરડા અભયારણ્યમાં તેમના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરવામાં આવ્યા

રાજકોટઃ પોરબંદર જિલ્લામાં આવેલ ઐતિહાસિક બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની સમૃદ્ધિને પુનઃસ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ સંરક્ષણ પહેલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત વન વિભાગે શ્રી અનંત અંબાણી દ્વારા સ્થાપિત અને ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરનું સંચાલન કરતી સંસ્થા ‘વનતારા' સાથે હાથ મિલાવ્યા છે. આ સહયોગી પ્રયાસ હેઠળ, વનતારાના જામનગરમાં સ્થિત અત્યાધુનિક સુવિધામાંથી ૩૩ ચિત્તલ (હરણ) બરડા અભયારણ્યમાં તેમના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરવામાં આવ્યા છે.
પહેલનો હેતુ અને પ્રક્રિયાઃ આ પ્રાણીઓને વનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા લાવવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ, ઇકોલોજીકલ યોગ્યતા અને જરૂરી સહાયક પ્રણાલીઓની સંપૂર્ણ ચકાસણી પછી, આ હરણોને અભયારણ્યના સુરક્ષિત વિસ્તારમાં છોડવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયામાં વનતારાએ જરૂરી ટેકનિકલ અને લોજાિસ્ટિકલ સહયોગ પૂરો પાડ્યો, જેણે સંરક્ષણ પ્રોટોકોલનું પાલન સુનિヘતિ કર્યું.
નિષ્ણાતોનો અભિપ્રાયઃ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડો. બ્રિજ કિશોર ગુપ્તાએ આ પહેલને બરડા અભયારણ્યની જૈવવિવિધતાને પુનઃસ્થાપિત કરવા માટેનું એક મુખ્ય પગલું ગણાવ્યું.
તેમણે જણાવ્યું કે ઐતિહાસિક રીતે આ ચિત્તલ અહીં વસવાટ કરતા હતા, પરંતુ રહેઠાણના વિભાજન અને અન્ય ઇકોલોજીકલ દબાણને કારણે તેમની સંખ્યામાં ઘટાડો થયો હતો. તેમનો ફરીથી પ્રવેશ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે અભયારણ્યના પુનરુત્થાન માટે એક સકારાત્મક સંકેત છે.
બરડા અભયારણ્યની જૈવવિવિધતાઃ પોરબંદર જિલ્લામાં ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્ય એક જૈવિક રીતે સમૃદ્ધ આશ્રયસ્થાન છે. તે ચિત્તા, ઝરખ, વરુ, શિયાળ, જંગલી ડુક્કર જેવા શિકારી પ્રાણીઓ અને નીલગાય જેવા શાકાહારી પ્રાણીઓનો વસવાટ છે. આ ઉપરાંત, અહીં સ્પોટેડ ઇગલ અને ક્રેસ્ટેડ હોક-ઇગલ જેવી અનેક દુર્લભ અને લુપ્તપ્રાય પક્ષીઓની પ્રજાતિઓ પણ જોવા મળે છે. ઐતિહાસિક રીતે, અહીં સાંભર, ચિત્તલ અને ચિંકારાની નોંધપાત્ર વસતિ હતી. આ નવા પ્રયાસનો હેતુ અભયારણ્યના ટ્રોફિક સંતુલનને પુનઃસ્થાપિત કરીને તેને એક સંપૂર્ણ અને કાર્યાત્મક સંરક્ષણ લેન્ડસ્કેપ તરીકે મજબૂત કરવાનો છે.
સંરક્ષણ માટેનું મોડેલઃ ગુજરાત સરકાર અને વનતારા જેવી ખાનગી સંસ્થા વચ્ચેનો આ સહયોગ દેશભરમાં ભવિષ્યના સંરક્ષણ પ્રયાસો માટે એક મોડેલ પૂરું પાડી રહ્યો છે. આ ભાગીદારી દર્શાવે છે કે જ્યારે નિપુણતા, સંસાધનો અને પ્રતિબદ્ધતા એકસાથે આવે છે, ત્યારે નોંધપાત્ર સંરક્ષણ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આ સંયુક્ત પ્રયાસો માત્ર ગુજરાતની સમૃદ્ધ જૈવવિવિધતાનું રક્ષણ કરી રહ્યા છે, પરંતુ વન્યજીવન વ્યવસ્થાપનમાં નવા માપદંડો પણ સ્થાપિત કરી રહ્યા છે તેમ વનતારાની યાદી જણાવે છે.(૩૮.૨૭)
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
