તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
કચ્છના દહીંસરા નજીક બલેનો કારના પીધેલા ડ્રાઈવરે એક્ટિવા અને કાર સાથે અકસ્માત સર્જ્યો : 4 ઈજાગ્રસ્ત
નશાની હાલતમાં અકસ્માત સર્જનાર શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો

કચ્છના માંડવી ભુજ હાઈવે પર દહીંસરા નજીક, બલેનો કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જીને ચાર લોકોને ઈજાગ્રસ્ત કર્યાં છે. નશાની હાલતમાં બલેનો કાર ચાલકે એક્ટિવા અને કાર સાથે અકસ્માત સર્જયો હતો. બલેનો કારમાંથી દારૂ ભરેલ ગ્લાસ અને વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. નશાની હાલતમાં અકસ્માત સર્જનાર શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માતમાં એક બાળકી, મહિલા સહિત 4 વ્યક્તિઓને ઇજાઓ પહોચી છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
