News of Tuesday, 19th August 2025
કચ્છના નાના રણમાં વાછડાદાદાના દર્શને ગયેલા ૯ યુવાનો ફસાયા: પોલીસે સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા
પાટડીના ૯ યુવાનો બાઈકથી દર્શને ગયા પરંતુ વરસાદ પડતાં રણમાં ફસાયા

(વિનોદ ગાલા દ્વારા : ભુજ : કચ્છના નાના રણમાં વરસાદ બાદ દિશા ભૂલી જતા ફસાયેલા ૯ યુવાનોને પોલીસે સલામતી સાથે રેસ્ક્યુ કર્યા હતા. નાના રણમાં આવેલ વાછડાદાદાના મંદિરે દર્શન માટે ગયેલા આ યુવાનો ફસાઈ ગયા હતા તે અંગે પોલીસને જાણ થયા બાદ પોલીસે તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. સુરેન્દનગરના પાટડી થી કચ્છના સુરજબારી આડેસર વચ્ચે આ નાનુ રણ આવેલ છે. જે ઘુડખર માટે જાણીતું છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
