<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

જામનગરના નવા એસપી રવિ સૈની ૧૪ વર્ષની ઉંમરે કેબીસી કરોડપતિ બનેલાઃ દ્વારકાના જયરાજસિંહ વાળા ખંભાળીયા એલઆઇસી અધિકારી હતા !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૯: ગઇકાલે મોડી સાંજે રાજયમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ૧૦પ આઇપીએસ અધિકારીઓની સામુહીક બદલીઓ થઇ. જેમાં હાલારના દ્વારકા-જામનગર જીલ્લામાં વિશિષ્‍ટ એસ.પી. આવ્‍યા છે.

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુના સ્‍થાને અમદાવાદથી રવિ મોહન સૈની મુકાયા છે. રવિ મોહન સૈની જુનીયર કેબીસી કૌન બનેગા કરોડપતિમાં ર૦૦૧ ની સાલમાં એક કરોડ રૂપીયા ૧૪ વર્ષની ઉંમરે જીત્‍યા હતા. તે પછી તેમણે શાળામાં ઉચ્‍ચ અભ્‍યાસ કરીને પછી એમબીબીએસ થઇ ઇન્‍ટર્નશીપ પુરી કરી યુ.પી. એસ.પી. પરીક્ષા આપીને તે પછી આઇપીએસ બન્‍યા. ૧૪ વર્ષની ઉંમરે પોતાની બુધ્‍ધિથી કરોડપતિ બનનાર રવિ સૈની જામનગરના નવા જિલ્લા પોલીસ વડા છે.

દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી નીતેશકુમાર પાંડેના સ્‍થાને મુકાયેલ વડોદરાથી આઇપીએસ જયરાજસિંહ વાળા ખુબ જ હોંશીયાર છે તથા તેઓ જોગાનુજોગ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળીયામાં એલઆઇસી કચેરી સ્‍ટેશન રોડ પર દોઢ વર્ષ સુધી એલઆઇસી અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છે .

આ પછી તેમણે પણ યુપી એસસીની પરીક્ષા પાસ કરીને આઇપીએસ બન્‍યા અને દ્વારકા જીલ્લા પોલીસ વડા થઇ ખંભાળીયામાં જ ફરી આવ્‍યા છે. 

(1:28 PM IST)