<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

ગિરનારના જંગલોમાં ભારે વરસાદના કારણે જટાશંકરના ઝરણામાં અચાનક ઘોડાપૂરઃ 300થી વધુ પ્રવાસીઓ ફસાયા

વન વિભાગ દ્વારા રેસક્યુ ઓપેરશન દ્વારા તમામને સુરક્ષિત બહાર કાઢી લેવાયા

જુનાગઢઃ  ગિરનારના જંગલોમાં ભારે વરસાદના કારણે જટાશંકરના ઝરણામાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. જેના કારણે 300થી વધુ પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા હતા. જોકે વન વિભાગની સરાહનીય કામગીરીને કારણે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.
જન્માષ્ટમીની રજાઓ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જટાશંકરના ધોધની મુલાકાતે ગયા હતા. આ સમયે ઉપરવાસમાં ગિરનારના જંગલમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના પરિણામે ધોધમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. ઘોડાપૂરનું પાણી જોરદાર પ્રવાહ સાથે આવતા 300થી વધુ લોકો ફસાઈ ગયા હતા. જેમાંથી ઘણા લોકોએ સલામત સ્થળે આશ્રય લીધો હતો.

(10:48 PM IST)