News of Sunday, 17th August 2025
લખતરના મુળીમાં અચાનક વીજળી પડતાં 48 પશુઓના મોત :પશુપાલકોના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા અચાનક પશુ માથે વીજળી ત્રાટકી

સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા વરસાદને કારણે માલધારી પરિવારોના માટે આભ ફાટી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પશુઓને ચરાવવા માટે લઈ જવાયા ત્યારે અચાનક વીજળી પડતાં 48 પશુઓના મોત થયા હતાં. આ ઘટના અંગે ગામના સરપંચ સહિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે લખતરના મુળીમાં ભારે વરસાદ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન વરસાદ બંધ રહ્યા બાદ પશુપાલકો દ્વારા પશુઓને ચરાવવા માટે લઈ જવામાં આવ્યા હતાં. ત્યારે અચાનક આકાશી વીજળી પડતાં 48 પશુઓના મોત નિપજ્યા હતાં. પશુઓના મોતને કારણે સરપંચ અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પશુપાલકોના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
