<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી ખાતે 34મા શહીદોને શ્રદ્ધાંજલિ અલગ અલગ કાર્યક્રમ યોજાયા.

અશ્વ સ્પર્ધકોએ પોતાના દિલ ધડક કરતોબો રજૂ કર્યા : વિજેતાઓને ઇનામો અપાયા :

ધ્રોલ :અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી સ્મારક ટ્રસ્ટ દ્વારા 34 મો ભૂચર મોરી શહિદ  શ્રદ્ધાંજલિ સમારોહ તારીખ 15/ 8 /2025 ના રોજ યોજાઈ ગયો.
સમારોહની શરૂઆત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પી.ટી જાડેજા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી કરવામાં આવેલ.
વિક્રમ સવંત 1648માં સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ ભૂચર મોરી મહા યુદ્ધ અકબર બાદશાહ અને જામ સતાજી વચ્ચે થયું હતું. જામ સતાજીના આશરે આવેલ શરણાર્થીને અકબરને નહીં સોંપી અને શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું એવા ક્ષત્રિય ધર્મના પાલન અર્થે આ યુદ્ધ થયું હતું. આ યુદ્ધની અંદર હજારો યોદ્ધાઓ શહીદ થયા હતા તેમને દર વર્ષે શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
સમારોનું મુખ્ય આકર્ષણ એવી અશ્વ સ્પર્ધા કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અનેક અશ્વ સ્પર્ધકોએ ભાગ લીધો હતો લગભગ 40 જેટલા અશ્વો એ આ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં બેરલ રેસ ,રેવાલચાલ ,ટેન્ટ પેગીગ વગેરે સ્પર્ધામાં અશ્વ સ્પર્ધકોએ પોતાના દિલ ધડક કરતોબો રજૂ કર્યા અને તેમના વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. જેનો સમગ્ર સંચાલન અને કન્વીનર સહદેવસિંહજી જાડેજા અને અર્જુનસિંહજી જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં તલવાર બાજી સ્પર્ધાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં આ વખતે 60 થી વધુ દીકરાઓ અને દીકરી બાઓ એ ભાગ લીધો હતો જેમાં સિંગલ તલવાર ,ડબલ તલવાર જેવી સ્પર્ધાઓ કરવામાં આવે છે જેના વિજેતાઓને પણ અહીં ઇનામ આપવામાં આવે છે સન્માનિત કરવામાં આવે છે જેના કન્વીનર કિશોરસિંહજી જેઠવા એ ખૂબ જહેમત ઉઠાવેલ હતી.
  દર વર્ષે આ કાર્યક્રમમાં પુરા ગુજરાતમાંથી રાજપૂત સમાજના એક દીકરા અને એક દીકરીને ધોરણ 10 અને ધોરણ 12 માં સૌથી વધુ ટકાવારી મેળવેલ હોય તેમને સન્માનિત કરવાનો ભૂચર મોરી સિલ્વર મેડલ આપવાનો  કાર્યક્રમ યોજાય છે આ વખતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગે ઇતિહાસ જ્ઞાન કસોટી નું પુરા રાજ્ય ની અંદર આયોજન કરેલ જેના પ્રથમ ,દ્વિતીય અને ત્રુતીય ત્રણ વિજેતાઓને અનુક્રમે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ અને રોકડ ઇનામોથી સન્માનિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમના કન્વીનર પથુભા જાડેજા રહ્યા હતા.
    સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન્ય સરદ રાવજી ઢોલે (સદસ્ય કેન્દ્રીય સમિતિ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ધર્મજાગરણ મંચ વિભાગ આરએસએસ નાગપુર) તેઓ રહ્યા હતા મુખ્ય મહેમાનો રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી કૃષિ ગુજરાત  કેસરી દેવસિંહજી ઝાલા સાંસદ  રાજ્યસભા આઈ. કે.જાડેજા પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય, ધર્મેન્દ્રસિંહ જાડેજા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ,શ્રીમતી રિવાબા જાડેજા ધારાસભ્ય જામનગર ,કિર્તીસિંહ વાઘેલા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ,આ આ કાર્યક્રમના મુખ્ય દાતા આર.કે દેવેન્દ્રસિંહજી ઝાલા of લભુઆ ચેરમેન દેવ શોલ્ટ ર્પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ ,અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ત્રષ્ટિ જયેન્દ્રસિંહજી જાડેજા અને સ્થાનિક આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રાજપુત સમાજના યુવાન દીકરા અને દીકરીબા ઓ ને સાંસ્કૃતિક શપથ લેવડાવવાનો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં સંસ્કૃતિની જાળવણી, વ્યસનો, મોબાઈલ ના દુરુપયોગ, ખેતી માટેની વારસામાં મળેલી જમીનો ને વેચવી નહીં ,એવા શપથ લેવડાવી સમાજ જાગૃતિ અને ઉત્થાન નું મહત્વનું કાર્ય કરવામાં આવેલ હતું. મહિલા સંઘના અધ્યક્ષા બાશ્રી દશરથબા પરમાર અને યુવા પાખ ના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા શપથ લેવડાવવામાં આવેલ હતા. ગુજરાતભર માથી હજારો ની સંખયા મા રાજપૂત સમાજ શહીદો ને શ્રધ્ધાજંલી અપૅવા ઉમટી હાજરી આપી, અને શપથગ્રહણ લીધા હતા.
યુવા સંઘના દરેક જિલ્લાના પ્રમુખઓ, મહિલા સંઘના પ્રમુખઓ, યુવા પાખ ના પ્રમુખઓ તથા દરેક કાર્યકર્તાએ ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદેશ અધ્યક્ષ નિરૂભા ઝાલા દ્વારા કરવામાં આવેલ હતું. તેવું યાદી માં જણાવ્યું હતું (સંજય ડાંગર ધ્રોલ)


 

(3:57 PM IST)