<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

કચ્છના ભચાઉના ચોબારી ગામમાં મટકી ફોડ્યા બાદ થાંભલો તુટી પડતાં એક કિશોરનું મોત: એક ગંભીર

13 વર્ષના કિશોરનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો

કચ્છના ભચાઉમાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ચોબારી ગામમાં મટકી ફોડતી વખતે અચાનક થાંભલો પડ્યો હતો. મટકી ફોડ્યા બાદ થાંભલો તુટી પડતાં એક કિશોરનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર 13 વર્ષના કિશોરનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઉપરાંત એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે ગાંધીધામ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભચાઉના ચોબારી ગામે મટકી ફોડ કાર્યક્રમ હતો. તે દરમ્યાન બે કિશોર પર થાંભલો પડ્યો.જેમાં 13 વર્ષના કિશોરનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. ત્યારે 12 વર્ષનો કિશોર ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગાંધીધામ ખાતે ખસેડાયો છે. ઉત્સવ વચ્ચે ગામમાં દુર્ઘટના બનતા ગમગીની છવાઈ છે.  

(2:22 PM IST)