તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Sunday, 17th August 2025
ભાવનગર-સોમનાથ હાઈવે પર ખાનગી એમ્બ્યુલન્સે બે પરપ્રાંતીય યુવકોને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા
બંને યુવકોની નજીક ઉભેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો : સીટીવી ફૂટેજમાં એમ્બ્યુલન્સ ચાલકની સ્પષ્ટ બેદરકારી જોવા મળતા લોકોમાં રોષ

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા ભડી ટોલનાકા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. 'ચિરંજીવી' નામની એક ખાનગી એમ્બ્યુલન્સે બે પરપ્રાંતીય યુવકોને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, એમ્બ્યુલન્સ નંબર GJ-04 AW-5128 તળાજા તાલુકામાંથી એક દર્દીને ભાવનગર પહોંચાડીને પરત ફરી રહી હતી. ભડી ટોલનાકા પાસે પહોંચતા, ચાલકે અચાનક ગફલતભરી રીતે ડાબી સાઈડમાં સ્ટીયરિંગ ફેરવીને રોડની બાજુમાં ઉભેલા બે મજૂર યુવકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકો ફંગોળાઈને દૂર સુધી પટકાયા હતા અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
સદભાગ્યે, અકસ્માત સમયે બંને યુવકોની નજીક ઉભેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં એમ્બ્યુલન્સ ચાલકની સ્પષ્ટ બેદરકારી જોવા મળતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
