News of Sunday, 17th August 2025
કચ્છના ચોબારી ગામે મટકીફોડ દરમ્યાન વિજ થાંભલો તુટી પડતા એક સગીરનું મોત અને એકને ગંભીર ઈજાઓ : જુઓ વિડિયો

કચ્છ, ભૂજ: (વિનોદ ગાલા દ્વારા) : ભચાઉ તા.ના ચોબારી ગામના રામ મંદિર પાસે લોકો જન્માષ્ટમીની ઉજવણી કરી રહયા હતા. મટકી ફોડ માટે મંદિરની બાજુમાં સામ સામેના લાઈટના વીજ થાંભલા ઉપર રસ્સી બાંધી મટકી લટકાવવામાં આવી હતી. ભારે હષોલ્લાસ સાથે મટકી ફોડ થઈ રહી હતી ત્યારે અચાનક જ જે રસ્સા વિજપોલ પર બંધાયા હતા તેમાંથી એક વિજપોલ તુટી પડયો હતો. વિજપોલ તુટી પડતા સ્થળ પર બે કિશોર તેના નીચે આવી ગયા હતા. બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઈશ્વર લાલજીભાઈ જેઠાણી વરચંદ (ઉ.૧૫) ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યું થયું હતું અને અન્ય ઇજાગ્રસ્ત મહેશ સવજીભાઈ આહીરને હાલ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર તળે રખાયો છે. જન્માષ્ટમીની આનંદ અને ઉત્સાહભરી ઉજવણી વચ્ચે બનેલી આ દુર્ઘટનાથી ચોબારી ગામ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વિસ્તૃત અહેવાલ જોઈએ તો ભચાઉ તા.ના ચોબારી ગામના રામ મંદિર પાસે લોકો જન્માષ્ટમીની ઉજવણી કરી રહયા હતા.
મટકી ફોડ માટે મંદિરની બાજુમાં સામ સામેના લાઈટના વીજ થાંભલા ઉપર રસ્સી બાંધી મટકી લટકાવવામાં આવી હતી. ભારે હષોલ્લાસ સાથે મટકી ફોડ થઈ રહી હતી ત્યારે અચાનક જ જે રસ્સા વિજપોલ પર બંધાયા હતા તેમાંથી એક વિજપોલ તુટી પડયો હતો.
વિજપોલ તુટી પડતા સ્થળ પર બે કિશોર તેના નીચે આવી ગયા હતા. બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઈશ્વર લાલજીભાઈ જેઠાણી વરચંદ (ઉ.૧૫) ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યું થયું હતું અને અન્ય ઇજાગ્રસ્ત મહેશ સવજીભાઈ આહીરને હાલ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર તળે રખાયો છે.
જન્માષ્ટમીની આનંદ અને ઉત્સાહભરી ઉજવણી વચ્ચે બનેલી આ દુર્ઘટનાથી ચોબારી ગામ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
