તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની સટાસટી : ભેસાણમાં 4 ઇંચ ખાબક્યો ગિરનાર પર્વત પર બે ઇંચ વરસાદ
વંથલી અને વિસાવદર: 1-1 ઇંચ જૂનાગઢ શહેર અને તાલુકો: અડધો ઇંચ વરસાદ વરસ્યો

જન્માષ્ટમીના તહેવારની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી સાંજે શરૂ થયેલી મેઘસવારીએ આખી રાત જોરદાર બેટિંગ કરી. ખાસ કરીને ભેસાણ અને વડિયા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.
ભેસાણ પંથકના મોટાભાગના ગામડાઓમાં સતત દોઢ કલાક સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ભેસાણ શહેરમાં પણ ધોધમાર વરસાદથી રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા 15 દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વંથલી અને વિસાવદર: 1-1 ઇંચ જયારે જૂનાગઢ શહેર અને તાલુકો: અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો
જૂનાગઢ જિલ્લામાં સમી સાંજથી જ વરસાદી માહોલ છવાયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની વધામણી આપતા વરસાદે ખેડૂતોના પાકોને જીવતદાન આપ્યું છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
