<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

મોરબીમાં દિવસભરના બફારા બાદ ગાજવીજ સાથે વરસાદ

લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી પધારતા ખેડૂતોમાં ખુશીની લહેર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ગઈકાલે રાત્રીના વરસાદી માહોલ સર્જાયા બાદ સાંજના અરસામાં પણ ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. આ સાથે ભારે પવન પણ છે.  જન્માષ્ટમીના પાવન અવસરે એક તરફ મેળાઓ ચાલી રહ્યા છે. તેવામાં મેઘરાજાએ પણ પધરામણી કરી છે. વરસાદના કારણે મેળાઓની મજા બગડે તેવું પણ લાગી રહ્યું છે. તો બીજી તરફ લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી પધારતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

(10:11 AM IST)