તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Sunday, 17th August 2025
ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઇંચ, સિહોર અને પાલીતાણામાં પોણો ઇંચ વરસાદ
જન્માષ્ટમીના તહેવારે વરસાદી પુનઃ પધરામણી થતા મેળાના રંગમાં ભંગ પડ્યો

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ ઊભો થયો હતો .જિલ્લાના મહુવામાં એક ઇંચ વરસાદ પડ્યો છે.
આજે જન્માષ્ટમીના તહેવારે વરસાદી પુનઃ પધરામણી થતા મેળાના રંગમાં ભંગ પડ્યો હતો. બપોર બાદ વરસાદી માહોલ ઊભો થયો હતો અને જિલ્લાના ચાર તાલુકામાં વરસાદ પડ્યો હતો. મહુવામાં ધોધમાર 1 ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે પાલીતાણા અને શિહોરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં અમુક વિસ્તારોમાં સાંજે વરસાદી ઝાપટા વરસી ગયા હતા.
આજે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના મહુવામાં 24 મી. મી., પાલીતાણામાં 16 મી.મી., શિહોરમાં 17 મી.મી. તળાજામાં 1 મી.મી. વરસાદ નોંધાયો છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
