<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

ભાવનગર નજીક માઉન્ટ શેડો રીસોર્ટના વિલામાંથી જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર નજીક આવેલ રિસોર્ટના વિલા માં દરોડો પાડી પોલીસે જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લીધા હતા

ભાવનગર નજીક ભંડારીયા ગામ પાસેના મેલકડી ગામે માઉન્ટ શેડો રીસોર્ટના વિલા નં. 13 માં વરતેજ પોલીસે બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલા ઝુબેરભાઈ હનીફભાઈ તેલવાણી, યાસીનભાઈ અબ્દુલકરીમભાઈ ફુલવાળા, અકરમભાઈ અમીનભાઈ કાલવા, હનીફભાઈ હારૂનભાઈ કાસમાન, ઈમ્તિયાઝ કાદરભાઈ લોહીયા, આદીલભાઈ ઈકબાલભાઈ લાકડીયા, તબરેજભાઈ કાદરભાઈ લાડા, મકસુદભાઈ અજીજભાઈ લાકડીયા અને તોફીકભાઈ હીનીફભાઈ માલકાણી સહિતના નવ શખ્સોને જુગારના સાહિત્ય, રોકડા રૂ.1,06,700/ અને અલગ અલગ વાહનો કિંમત રૂ.23,00,000 મળીને કુલ રૂ.24,06,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીનેવધુ તપાસ હાથ ધરી છે

(10:08 AM IST)