<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ

વડીયા શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીઃબપોર બાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો

અમરેલી, તા.૧૪

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ચલાલા, ધારી અને વડિયા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. 

અમરેલી જિલ્લામા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  અમરેલી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ઘીમીઘારે વરસાદ વરસી રહ્યો છે.  અમરેલીના નાના ભંડારીયા, બાબાપુર સહિતના ગામડાઓમાં ઘીમીઘારે વરસાદ વરસ્યો છે. ઘીમીઘારે વરસાદ વરસતા વાતાવરણામાં ઠંડક પ્રસરી છે.

અમરેલીના વડીયા શહેરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  વડીયા સહિત આસપાસના ગામોમાં વરસાદનું ધમાકેદાર રીતે આગમન થયું છે.  વડીયાના મોરવાડા,  ખડખડ સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. વડીયા શહેરમાં સારો વરસાદ પડતા રસ્તા પર વરસાદી પાણી જોવા મળ્યા છે.

 વરસાદી માહોલ જામતા સાતમ-આઠમના મેળાના આયોજકોમાં ચિંતાનો માહોલ છે. અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ઘીમીઘારે વરસાદ વરસી રહ્યો છે.

ધારીના ચલાલાના ગ્રામ્ય પંથકમાં ઘીમીઘારે વરસાદ વરસી રહ્યો છે. ઘીમીઘારે વરસાદ શરૃ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધારી પંથકમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ધારી પંથકના ગામડાઓમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે.

આજે રાજ્યના ૧૩ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

(9:38 PM IST)