<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીમાં કાંઠા વિસ્‍તારોમાં થયેલ દબાણો દૂર કરાયા

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૪: શહેરની માધ્‍યમાંથી પસાર થતી રંગમતી નદીની દરેડ ખોડીયાર મંદિરથી વ્‍હોરા હજુરા સુધીની લંબાઈની નદીની હદ દિશાનો સર્વે કરી અને બંને બાજુના કાંઠા વિસ્‍તારમાં દબાણોની ઓળખ કરવામાં આવેલ. ત્‍યારબાદ સદરહુ સ્‍ટ્રેચના દબાણોને અલગ અલગ પોકેટમાં વિભાજીત કરી અને તેમના દબાણો મહાનગરપાલિકાની એસ્‍ટેટ શાખા દ્વારા દુર કરવામાં આવેલ છે.

રંગમતી નદીના દરેડ ખોડીયાર મંદિરથી વ્‍હોરા હજીરા સુધીની લંબાઈના સ્‍ટ્રેચમાં મહાનગરપાલિકા દ્વારા નદીના કામમાં નિયુક્‍ત કરેલ કન્‍સલ્‍ટન્‍ટ દ્વારા નદીની હાયડ્રોલોજી અને હાયડ્રોલીક્‍સનો અભ્‍યાસ કરી અને તેના આધારે જુદી જુદી જગ્‍યા પર અલગ અલગ ડીઝાઈન સેક્‍શન મુજબ ખોદાણ માટે લેવલ નક્કી કરવામાં આવેલ, જેના પ્રથમ તબક્કામાં પ્રાયમરી લેવલે મહાનગરપાલિકા દ્વારા નદીના ખોદાણ માટે અભિયાન હાથ ધરવામાં આવેલ છે. રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાનું સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, પ્રાઇવેટ ડેવલોપર્સ અને કોન્‍ટ્રાક્‍ટર્સ દ્વારા તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૫ થી ૨૨ જુન ૨૦૨૫ સુધીના ગાળામાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ, તેમજ તેનું ડે-ટુ-ડે સુપરવિઝન મહાનગરપાલિકાના એન્‍જીનીયર દ્વારા કરવામાં આવેલ તથા ડે-ટુ-ડે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી ડ્રોન દ્વારા કરવામાં આવેલ છે. અને તમામ મશીનરીના રેકર્ડસ નિભાવવામાં આવેલ છે.(

(1:20 PM IST)