News of Thursday, 14th August 2025
૧૧૨ વર્ષ જુની શાપુર-સરાડિયા રેલવે લાઈનને પૂનઃસ્થાપીત કરવા અને સરાડિયાથી આગળ બંસજાળીયા સુધી નવી રેલવે લાઈન બિછાવવાની કામગીરીના શ્રી ગણેશ
એલાઈમેન્ટ માટે ફાઈનલ રિપોર્ટ તૈયાર કરી ન્યુ દિલ્હી રેલવે બોર્ડમાં મુકાશેઃ ડેપ્યુટી ચીફ એન્જિનિયર આર.કે. ગુપ્તાઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રિય રેલવે કેબિનેટ મંત્રી અશ્વિનિ વૈશ્વનવ કેબીનેટ મંત્રી ડો.મનસુખ માંડવીયાને સોરઠની જનતા વતી વોઈસ ઓફ સોરઠના કન્વિનર રાકેશ લખલાણીએ અભિનંદન પાઠવ્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૪: ૧૧૨ વર્ષ પુરાણી શાપુર - સરાડિયા ટ્રેન ૪૨ વર્ષ (૨૨/૦૬/૧૯૮૩) થી બંધ પડેલી ટ્રેનને પુનઃસ્થાપિત કરવા અને સરાડિયાથી આગળ નવી રેલવે લાઈન વાસજાડીયા સુધી પટરી બિછાવવા ગત વર્ષ ૨૦૨૪માં બિન રાજકીય ઉપવાસ આંદોલન બાદ જે તે સમયના સાંસદ રમેશભાઈ ધડુક સાથેપ્રતિનિધિ મંડળ ચાર વખત રેલવે મંત્રી અશ્વિનિ વૈશ્વનવ (IAS) ને દિલ્હિ ખાતે રૂબરૂ મળી આ વિસ્તારના વિકાસ માટે આ ટ્રેન જરૂરી હોય તેવી લેખીત, મૈખીક અને ભૌગોલીક પરિસ્થિતીથી વાકેફ કરી રજૂઆત કરી હતી. બાદ પરોબંદરના નવા વરાયેલા અને કેન્દ્રિય કેબીનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયાએ આ વાત તદ્દન વ્યાજબી ગણાવી દેશાવર સાથે જોડવા, ઉદ્યોગ ધંધા, રોજગારની કનેક્ટિવીટી તેમજ ટ્રાન્સપોર્ટેશન વધારવા રેલવે મંત્રી અને દેશના વડાપ્રધાન સાથે રૂબરૂ સર્યા કર્યા બાદ આ ટ્રેનને મંજૂર કરવામાં આવી હતી.થોડા દિવસો પહેલા દિલ્હિ રેલવે બોર્ડ દ્વારા શાપુર - સરાડિયા ટ્રેનને પૂનઃ સ્થાપિત કરવા તેમજ સરાડિયાથી આગળ વાસજાડીયા ટ્રેક સાથે જોડી પોરબંદર જેતલસરને કનેક્ટ કરવાની જાહેરાત બાદ ગત તા.૦૩ ઓગસ્ટ ૨૦૨૫ના ભાવનગર રેલવે ટર્મિનલ ખાતે અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી આપવા પધારેલા રેલવે મંત્રી અશ્વિનિ વૈશ્વનવએ સતાવાર રીતે શાપૂરથી સરાડિયા અને સરાડિયાથી વાસજાડીયા સાથે જોડી દેવાની જાહેરાત જાહેર મંચ ઉપરથી કરી હતી. તેમજ ફાઈનલ સર્વે ટુંક સમયમાંજ શરૂ કરી દેવાની વાતને ૧૩ દિવસ બાદ ૧૧ માં દિવસે છેલ્લા ૩ દિવસથી અમદાવાદ રેલવે કન્ટ્રકશન દ્વારા ડી.પી.આર બનાવવા સાઈડ ઉપર એલાઈમેન્ટની કામગીરીના શ્રી ગણેશ શાપૂરથી વાસજાડીયા સુધીની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ રિપોર્ટ સેક્શન કરવા ફાઈનલ સર્વે બાદ રેલવે બોર્ડ માં મોકલી દેવામાં આવશે. જેમાં સુધારા વધારા બાદ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ ડેપ્યુટી ચીફ એન્જિનિયર આર.કે. ગુપ્તા (કન્ટ્રક્શન નિર્માણ) એ જણાવ્યુ છે.
રેલવે મંત્રીશ્રીએ ભાવનગર ખાતેથી કરેલી જાહેરાતના ૧૧ દિવસ બાદ સાઈડ પર એલાઈમેન્ટની કામગીરીના શ્રી ગણેશ કરવામાં આવતા સોરઠની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
