<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

લોધીકા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ૧૦૮ ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સની ફાળવણીઃ લોકોમાં રાહતની લાગણી

લોધીકા શિવસેનાના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપપ્રમુખ અશોકભાઈ વસોયાએ આરોગ્‍ય તંત્ર સમક્ષ કરેલ રજૂઆતને સફળતા

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા.૧૪:  લોધીકા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે કાયમી ધોરણે ૧૦૮ ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સની ફાળવણી કરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી છવાયેલ છે.

લોધીકા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર તાલુકા કક્ષાનું એકમાત્ર કેન્‍દ્ર હોય અહીં લોધિકા સહિત તાલુકા ભરના લોકો સારવાર અર્થ આવે છે વધુમાં લોધીકાથી મેટોડા જી.આઇ.ડી.સી તથા શાપર જી.આઇ.ડી.સી ને જોડતો સ્‍ટેટ હાઇવે પણ પસાર થતો હોય અવાર-નવાર નાના મોટા અકસ્‍માતો થતા રહે છે ત્‍યારે કયારેક અકસ્‍માતના વખતે ઇમરજન્‍સી ૧૦૮ ને બોલાવવી પડે જેમાં ૧૦૮ ને આવવામાં વધુ સમય પસાર થાય ત્‍યારે દર્દી મુશ્‍કેલીમાં મુકાય જવાની નોબત આવતી ત્‍યારે લોધિકા શિવસેનાના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપપ્રમુખ અશોકભાઈ વસોયા એ આરોગ્‍ય તંત્ર સમક્ષ રજૂઆત કરેલ જેમાં લોધીકા આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સરકાર શ્રી દ્વારા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ની કાયમી ધોરણે ફાળવણી કરવામાં આવેલ છે ત્‍યારે હવે લોધીકા આરોગ્‍ય કેન્‍દ્રને પણ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ની  ફાળવણી થતા લોકોમાં રાહતની લાગણી છવાયેલ છે.

હાલ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ના પાયલોટ યોગેશભાઈ સોરઠીયા રમેશભાઈ ઠાકર તથા ઈએમટી દિનેશભાઈ રાઠોડ સતત કાર્યરત રહી ટૂંકા સમયમાં પચાસેક દર્દીઓને ઇમરજન્‍સી ૧૦૮ ની સેવા આપી સમયસર સારવાર કરાવેલ છે

(11:22 AM IST)