<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

દ્વારકાની નવ્‍યા વાયડાના સ્‍વરમાં ‘૧૦૮ મહા મૃત્‍યુંજય મંત્ર' આરાધના

યુટયુબ અને સોશ્‍યલ મીડીયામાં વાયરલ

વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧૩ : હાલ શ્રાવણ મહિનામાં ભાવિકો શિવજીની ભકિતમાં લીન થયા છે. ત્‍યારે મુળ દ્વારકાની અને હાલમાં સુરત રહેતી નવ્‍યા અખીલભાઇ વાયડાએ ૧૦૮ મહા મૃત્‍યુંજય મંત્રના જાપ સાથેની રચના સોશ્‍યલ મીડીયામાં વાયરલ કરવામાં આવી છે.

પવિત્ર શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવની આરાધના આ રચનાના માધ્‍યમથી કરવાનો પ્રયાસ કરાયો છે.

આ શકિતશાળી ૧૦૮ મહા મૃત્‍યુંજય મંત્રમાં દ્વારકાની નવ્‍યા અખીલભાઇ વાયડાએ પોતાનો મધુર કંઠ આપ્‍યો છે. જેને યુટયુબ ઉપર સૌ કોઇ નિહાળી રહયા છે અને ભકિતમાં લીન થાય છે.

આ રચના સાંભળવા માટે

YouTube Chanel link:

https://youtube.com/@navyavayeda?si=

J12qMtL7NipVX8N3

(2:30 PM IST)