News of Wednesday, 13th August 2025
બગોદરા પાસે બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત
કલીનર કેબીનમાં દબાઇ ગયો : ટ્રાફિક જામ

વઢવાણ, તા.૧૩: બગોદરા હાઇવે પર રોહિકા ગામના પાટિયા નજીક મોડી રાત્રે એક ટ્રકનું ટાયર પંચર થઈ જતાં તેને હાઈવેની ડિવાઈડર પાસે ઊભી રાખવામાં આવી હતી. તે સમયે, પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક ટ્રક બેદરકારીપૂર્વક આ ટ્રક સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે પાછળની ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ટ્રકનો ક્લીનર કેબિનમાં ફસાઈ ગયો હતો.
પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ભારે જહેમત બાદ તેને બહાર કાઢયો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસે મોડી રાત સુધી ટ્રાફિકનું નિયમન કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર બેદરકારીપૂર્વક પાર્ક કરેલા વાહનોના જોખમ અંગે ચિંતા ઊભી કરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
