તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
મોરબીના જાંબુડીયા-પાનેલી પાસે સૌરાષ્ટ્રના સૌથી મોટા ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું કામ પૂર્ણ થવાની તૈયારી : ૪૨૫ હેકટરમાં ઉદ્યોગો ધમધમશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૩: ગુજરાત સરકારે ૨૦૨૦માં મોરબીમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને ૨૦૨૩માં મોરબીના જાંબુડિયા-પાનેલી ગામની સીમમાં ૪૨૫ હેક્ટર જગ્યામાં સ્પેશિયલ જીઆઇડીસીનું કામ શરૂ ક૨વામાં આવ્યું હતું. આ વિશાળ જગ્યામાં હાલમાં ૧૦૦ કરોડથી વધુના ખર્ચે ડેવલોપમેન્ટ કાર્ય પૂર્ણતાના આરે છે. અહીં સીરામીક ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તેમજ અન્ય ઉદ્યોગોને લાયક ૫૦ હજારથી લઈને ૫૦૦ ચોરસ મીટરના અલગ અલગ કુલ ૬૧૫ પ્લોટો રાખવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી જીઆઈડીસીના પ્લોટોની વેચાણ કિંમત નક્કી થઈ ન હોય હાલમાં સરકાર કિંમત નક્કી કરે ત્યાર બાદ પ્લોટની હરરાજી કરવામાં આવશે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ઉદ્યોગ ઝોનમાં ગુજરાત સરકાર દ્વારા મોરબીના જાંબુડિયા અને પાનેલી ગામની સીમમાં ૪૨૫ હેક્ટર વિશાળ જગ્યામાં સ્પેશિયલ જીઆઈડીસી ૨૦૨૨માં મંજુર કરવાં આવી હતી. અને ૨૧-૦૮-૨૦૨૩થી જાંબુડિયા-પાનેલી જીઆઈડીસીનું ડેવલોપમેન્ટ કામ પણ ૧૦૦ કરોડથી વધુના ખર્ચે શરૂ કરવામાં આવી આવ્યું હતું. જેમાં હાલમાં રોડ રસ્તા, વરસાદી પાણીનો નિકાલ સહિતની કામગીરી પૂર્ણતાને આરે છે અને હવે સ્ટ્રીટલાઈટના પોલ ઉભા કરવાની કામગીરી ચાલુ હોવાનું જીઆઈડીસીના સૂત્રો જણાવી રહ્યા છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
