તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
જાહેરમાં મંદિરો આસપાસ વેંચાતા માંસ મટનના મુદ્દે માંડવી બંધ: સનાતન હિન્દુ સમાજનો આક્રોશ
તંત્ર શું કામ નબળું પડે છે? ધાર્મિક લાગણી દુભાતી હોવાની વારંવાર ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી શા માટે નહીં?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : જાહેર રસ્તાઓ ઉપરાંત મંદિર અને ધાર્મિક સ્થાનોની આજુબાજુ ખુલ્લેઆમ વેંચાઈ રહેલ માંસ મટન સામે માંડવીના સનાતન હિન્દુ સમાજે બંધ પાળી આક્રોશ વ્યક્ત કર્યો છે. હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાતી હોવાની ફરિયાદ સાથે નગરપાલિકાથી માંડી મામલતદાર કચેરી સુધી વારંવાર ફરિયાદો થઈ ચૂકી છે. આ સંદર્ભે કોઈ કાર્યવાહી શા માટે કરાતી નથી? લોકોમાં તંત્ર સામે ઉઠતા સવાલો વચ્ચે માંડવી મધ્યે કામકાજ બંધ રાખી આ હાટડાઓ બંધ કરાવવા તંત્ર સમક્ષ કાર્યવાહીની માંગ કરાઈ છે. સમસ્ત સનાતન હિન્દુ સમાજમાં બંધની અસર જોવા મળી હતી જ્યારે લઘુમતી વિસ્તારો ચાલુ રહ્યા હતા. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ વ્યક્ત કરાયો હતો.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
