તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
મોરબીના જુના નાગડાવાસ ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા, રૂ ૩.૦૯ લાખની રોકડ જપ્ત.
જુના નાગડાવાસ ગામે સરકારી સ્કૂલ પાછળ જાહેરમાં જુગાર રમતા ઝડપી લેવાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જુના નાગડાવાસ ગામે જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૩ લાખથી વધુની રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમે જુના નાગડાવાસ ગામે બાતમીને આધારે રેડ કરી હતી જુના નાગડાવાસ ગામે સરકારી સ્કૂલ પાછળ જાહેરમાં જુગાર રમતા જુસબ બાબુભાઈ સુમરા, મુકેશ મનુભાઈ રાઠોડ, સુંદરજી ગજુભાઈ સાંતોલા, સુંદરામ લક્ષ્મણભાઈ સાંતોલા, સંદીપ ચંદુભાઈ ઉપસરીયા, પરષોતમ દેશાભાઈ રાઠોડ, વનરાજ રામજીભાઈ થરેશા, રણજીત ગજુભાઈ સાંતોલા અને રમેશ મહિપતરામ નિમાવતને ઝડપી લઈને રોકડ રૂ ૩,૦૯, ૪૭૫ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
