તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
સોશ્યલ મીડિયામાં પોલીસની છબી ખરડાઈ તેવા વિડિઓ શેર કરી અને લોકોમાં ભય ફેલાવતા શખ્સને દેવભૂમિ દ્વારકા પોલીસે ઝડપી લીધો
એક હાથમા હથીયાર(અગ્નિશસ્ત્ર) ધારણ કરી તથા એક હાથે બુલેટ મો.સા. ભયજનક રીતે ચલાવી લોકોમા ભય ફેલાવતા અલગ અલગ ત્રણ વિડીયો સોશીયલ મીડીયામા વાયરલ થયેલ

જામ ખંભાળીયા : સોશીયલ મીડીયામા પોલીસની છબી ખરડાઇ તે રીતેના વિડીયો શેર કરી તેમજ એક હાથમા હથીયાર(અગ્નિસ્ત્ર) ધારણ કરી તથા એક હાથે બુલેટ મો.સા. ભયજનક રીતે ચલાવી લોકોમા ભય ફેલાવતા શખ્શને દેવભૂમિ દ્વારકા પોલીસે પકડી પાડી કાયદેસર કડક કાર્યવાહી કરી હતી
તાજેતરમા પોલીસની છબી ખરડાઇ તે રીતે પોલીસ પર ખોટા આક્ષેપ વાળો તથા પોલીસની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી મહીલા પો.સ.ઇ. સાથે ગેરવર્તન વાળો અને પોતાની ફોજી તથા પી.એસ.આઇ. તરીકેની ખોટી ઓળખ આપતો તથા આમ જનતામા પોતાનો હાઉ ઉભો કરવા એક હાથમા હથીયાર(અગ્નિશસ્ત્ર) ધારણ કરી તથા એક હાથે બુલેટ મો.સા. ભયજનક રીતે ચલાવી લોકોમા ભય ફેલાવતા અલગ અલગ ત્રણ વિડીયો સોશીયલ મીડીયામા વાયરલ થયેલ હોય જે બાબતે મમ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિતેષ પાંડેય સાહેબ નાઓની સુચના મુજબ તથા ના.પો.અધિ.શ્રી સાગર રાઠોડ સાહેબ-દ્રારકા વિભાગ તથા ના.પો..અધી.શ્રી વિસ્મય માનસેતા સાહેબ ખંભાળીયા વિભાગ, નાઓના સુપરવિઝન તથા સીધા માર્ગદર્શન હેઠળ દેવભુમી દ્રારકા ટ્રાફીક શાખા ખાતે ફરજ બજાવતા I/c પો.ઇન્સ.ટી.ડી.ચુડાસમાનાઓ તથા ઓખા મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી આર.આર.ઝરૂનાઓ તથા જીલ્લા ટ્રાફીક પોલીસ દ્રારા સાયબર પ્લેટફોર્મ પરથી ઓનલાઇન માહીતી મેળવેલ.
જે માહીતીના આધારે સદરહુ વીડીયો કુરજી રાણાભાઇ કણજારીયા (રહે. રાણ ગામ તા.કલ્યાણપુર વાળા ) એ પોતાના ઇન્સટાગ્રામ તથા ફેશબુકમા જેવા સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર મુકેલ હોય અને પોતે પ્રાઇવેટ નોકરી કરતો હોવા છતા પોલીસ સબ ઇન્સપેકટર છુ અને ફોજી છુ તેવી ખોટી માહીતી વીડીયો દ્રારા ફેલાવેલ હોય તેમજ સદરહુ વીડીયોમા અભદ્ર ટીપ્પણીઓ કરનારને પ્રત્યોતર આપી અને પ્રોત્સાહન આપી પોલીસની છબી ખરડાઇ તેવુ ગુનાહીત કૃત્ય કરેલ હોય જે બાબતે સદરહુ ઇસમ વીરૂધ્ધ તથા સદરહુ વીડીયોમા અભદ્ર ટીપ્પણી કરેલ એકાઉન્ટ ધારક "radha solanki" તથા અન્ય અલગ અલગ એકાઉન્ટ ધારકો વીરુધ્ધમા સાયબર ક્રાઈમ પો.સ્ટે પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૮૫૦૧૦૨૫૦૦૩૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૭૫(૩),૨૦૪,૨૬૭,૩૫૧(૨),૩૫૨,૩૫૬(૧) તથા ઈન્ફર્મશન ટેકનોલોજી અધિનિય-૨૦૦૦ ની કલમ ૬૭ મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હોય તેમજ સદરહુ ઇસમ દ્રારા જાહેરમા રોડ ઉપર ખુલ્લુ (અગ્નિસ્ત્ર) હથીયાર હાથમા ધારણકરી લહેરાવી પ્રદશીત કરી તથા એક હાથે બુલેટ મો.સા.ભયજનક રીતે ચલાવેલ હોય જે બાબતનો વીડીયો પોતાના સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર અપલોડ કરી વાયરેલ કરેલ હોય જે અંગે ઓખા મરીન પો.સ્ટે.ખાતે શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ ની કલમ-૩૦ તથા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૮૧ તથા એમ.વી.એક્ટ કલમ ૧૮૪,૧૭૭ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.
ઉપરોક્ત બાબતે સાયબર ક્રાઈમ પો.સ્ટે પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૮૫૦૧૦૨૫૦૦૩૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૭૫(૩),૨૦૪,૨૬૭,૩૫૧(૨),૩૫૨,૩૫૬(૧) તથા ઈન્ફર્મશન ટેકનોલોજી અધિનિય-૨૦૦૦ ની કલમ ૬૭ કાયદેસરની ફરજમા રૂકાવટ વિગેરે બાબતે આરોપીને અટક કરી મુદત હરોળમા નામ.કોર્ટમા રજુ કરતા નામ.કોર્ટે દ્રારા જેલ વોરંટ ભરી જેલ હવાલે કરી આપેલ છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
