તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
મોરબીના ભડિયાદ-નજરબાગ વચ્ચે ટ્રેન હડફેટે આવી ગયેલ યુવાનનું સારવારમાં મોત.
ટ્રેન હડફેટે આવી જતા માથાના ભાગે ઈજા અને બંને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભડિયાદથી નજરબાગ વચ્ચેના રેલ્વે ટ્રેક પર ટ્રેન હડફેટે આવી જતા ૩૧ વર્ષીય યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે.
મોરબી માળિયા વનાળીયા રામદેવપીર મંદિર પાસે રહેતા સતીષ હરિભાઈ બાંભણવા (ઉ.વ.૩૧) નામના યુવાન ગત તા. ૧૧ ના રોજ ભડિયાદથી નજરબાગ રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે પોલ નં ૨૫/૧ થી ૨૫/૨ વચ્ચે રેલ્વે ટ્રેક પર ચાલીને જતો હતો ત્યારે ટ્રેન હડફેટે આવી જતા માથાના ભાગે ઈજા અને બંને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
