તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
ઘોઘારોડ પોલીસ મથકનો કર્મચારી પીધેલી હાલતમાં ઝડપાયો
PIએ કાર્યવાહી કરવા આદેશ આપ્યોઃઆ ASI ઘોઘારોડ પોલીસ મથકમાં ફરજ બજાવે છે PIએ ASI સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે

ભાવનગર, તા.૧૨
ગુજરાતમાં નશાબંધીનો અમલ કરાવનાર પોલીસ જ નશાનો બંધાણી નીકળે તોમાં કોઈ નવાઈ નથી. દારૃબંધી કે અન્ય પ્રોહિબિશનનો કાયદો ભલે અમલમાં હોય પણ બધુ જ માત્ર કાગળ પર દેખાય છે. ભાવનગરમાં ASI કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા છે. આ ASI ઘોઘારોડ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. PIએ ASI સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમા ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરજ બજાવતો ASI કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયો છે. ક્રાઇમ રાયટર હેડ પૃથ્વીરાજસિંહ રાયજાદા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ASI એ બોલાચાલી કરી અધિકારીઓને અપશબ્દો બોલ્યા હતાં. જેથી PIએ ASI સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ઘોઘારોડ પોલીસ મથકનો ક્રાઈમ રાયટર હેડ કેફી પીણું પીધેલી હાલતમાં તેના જ પોલીસ મથકમાંથી જ ઝડપાયો હતો.
ક્રાઈમ રાયટર હેડ પૃથ્વીરાજસિંહ રાયજાદા સામે તેના જ પોલીસ મથકમાં કેફી પીણું પીધેલાની ફરીયાદ નોંધાઇ છે.ASI એ કામ બાબતે બોલાચાલી કરીને અધિકારીઓને બેફામ ગાળો ભાંડી હતી. પી.આઇ દેસાઈ એ ASI સામે કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. પોલીસ કર્મચારી સામે તેના જ પોલીસ મથકમાં કેફી પીણું પીધેલાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચર્ચાનો માહોલ શરૃ થયો છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
