News of Tuesday, 12th August 2025
જૂનાગઢના વૃધ્ધા સાથે ઇ-કેવાયસીના બહાને ૬.૪૧ લાખની છેતરપિંડી
બેંક કર્મચારી હોવાનો વિશ્વાસ અપાવી ગઠિયાએ રૂપિયા ઉપાડી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨: જૂનાગઢના વળધ્ધા સાથે ઇ-કેવાયસીના બહાને અજાણ્યા શખ્સે રૂપિયા ૬.૪૧ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢમાં દીપાંજલી -૨ સોસાયટી ઓમકારેશ્વર મંદિરની પાછળ રહેતા ૬૨ વર્ષીય હંસાબેન ગિરીશચંદ્ર પટેલ ગઈ તારીખ ૨૯ ફેબ્રુઆરીના રોજ સવારે વળધ્ધા ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા મોબાઈલ નંબરમાંથી હિન્દી ભાષી શખ્સે વાત કરી હું ઇન્ડસન બેંકમાંથી વાત કરું છું અને તમારા બેન્ક એકાઉન્ટનું ઈ કેવાયસી કરવાનું છે તેમ જણાવતા વળધ્ધાને વિશ્વાસ આવી ગયો હતો.
બાદમાં શખ્સે તમને ઇ-કેવાયસી કરવા માટે તમારા મોબાઇલ નંબરમાં એક લિંક મોકલું છું જે લિંકમાં તમારે તમારું ઈ-કેવાયસી કરવાનું રહેશે તેમ કેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો અને મોબાઇલ પર મેસેજમાં આવેલ લિંક પર હંસાબેને ક્લિક કરતા ફોનમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. બાદમાં તેમના બેન્ક એકાઉન્ટમાંથી જાણ બહાર રૂપિયા ઉપાડવાના મેસેજ આવ્યા હતા.
આમ અજાણ્યા શખ્સે ઇન્ડસન બેંકના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી બેન્ક એકાઉન્ટમાં ઘર બેઠા ઇ-કેવાયસી કરી આપશે તેમ જણાવી મેસેજથી લીંક મોકલી જેમાં મારફતે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ક્રેડિટ કાર્ડ અને નેટબેન્કિંગના પાસવર્ડ જાણ બહાર મેળવી કટકે કટકે રૂપિયા ૬,૪૧,૮૬૮ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાની વળધ્ધાની ફરિયાદ લઇ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
