તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
બોટાદના ગઢડીયા ગામમાં ૧૯ વર્ષના કુલદીપ રાઘવાણીનો ઝેર પી આપઘાત
યુવાને અકળ કારણે પગલુ ભર્યુઃ રાજકોટમાં સારવારમાં મૃત્યુ

રાજકોટ તા. ૧૨: બોટાદના ગઢડીયા ગામમાં રહેતાં ૧૯ વર્ષના યુવાને આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ ગઢડીયા ગામે રહેતો કુલદીપભાઇ રમેશભાઇ રાઘવાણી (ઉ.વ.૧૯) નામનો યુવાન ગઇબાલે બપોરે ઝેરી ટીકડીઓ પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ પાળીયાદ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરી લેનાર કુલદીપભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને છુટક મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા રમેશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. દિકરો આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો અજાણ હોઇ અંતિમવિધી બાદ પાળીયાદ પોલીસ વિશેષ તપાસ હાથ ધરશે. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
