<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

મોરબી નજીકના જાંબુડિયા ગામમાં મકાનમાં જુગાર રમતાં ૧૩ ઝડપાયા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧,૪૫,૬00/- અને ૧૩ મોબાઈલ ફોન કિંમત રૂ.૧,૮૫,000 એમ કુલ 3,30,૬00/-નો મુદ્દામાલ કબ્જે કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામે આવેલા ધર્મસિદ્ધિ સોસાયટીમાં કિશોરભાઈ રામજીભાઈ વધોરાના રહેણાક મકાન પર બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ૧૩ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧,૪૫,૬00/- અને ૧૩ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૧,૮૫,000/- છે, એમ કુલ 3,30,૬00/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

    પકડાયેલા આરોપીઓમાં કિશોરભાઈ રામજીભાઈ વધોરા (રહે. નવા જાંબુડિયા), દિલીપભાઈ ચંદુભાઈ નિમાવત (રફાળિયા), જીગરભાઈ નટુભાઈ ચૌહાણ (નવા જાંબુડિયા), અશ્વિનભાઈ નટુભાઈ ચૌહાણ (નવા જાંબુડિયા), કિશનભાઈ ગોવિંદભાઈ વાઘેલા (ભેરડા), દિનેશભાઈ રામગણેશભાઈ ગુપ્તા (જાંબુડિયા), મહેશભાઈ અશોકભાઈ સોલંકી (જાંબુડિયા), દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઈ શર્મા (ઈટાલસ સિરામીક, માંડલ), હિંમતભાઈ પુંજાભાઈ ચાવડા (નવા જાંબુડિયા), બળવંતભાઈ શામજીભાઈ વાઘેલા (ભેરડા), નરેશભાઈ ભરતભાઈ ગોહિલ (રફાળિયા), હરેશભાઈ હમીરભાઈ બેડવા (ઠિકરથાડી), અને મનોજભાઈ રામજીભાઈ મકવાણા (વિર૫૨) નો સમાવેશ થાય છે.

(12:51 AM IST)