તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th August 2025
મોરબીના જૂના આરટીઓ પાસેના પુલ પર લોખંડની જાળી લગાવવા કલેકટરને રજૂઆત.
-- પુલ પરથી આપઘાત કરનારની સંખ્યા વધી જે ચિંતાનો વિષય: પુલની બન્ને સાઇડ ઉપર લોખંડની મજબૂત ઉંચી જાળી લગાવવામાં આવે તો આ આપઘાતની ઘટનાઓ અટકી શકે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના જૂના આરટીઓ પાસેના પુલ પર લોખંડની જાળી લગાવવા કલેકટરને રજૂઆત કરાઈ છે
રજૂઆતમાં જણાવ્યું છે કે, મચ્છુ નદી પર બાંધવામાં આવેલ આરટીઓ પુલ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોએ આપઘાત કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી આ પુલ પરથી આપઘાત કરનારની સંખ્યા વધી છે જે ચિંતાનો વિષય છે. ત્યારે પુલની બન્ને સાઇડ ઉપર લોખંડની મજબૂત ઉંચી જાળી લગાવવામાં આવે તો આ આપઘાતની ઘટનાઓ અટકી શકે છે. જૂની આરટીઓ ઓફિસ પાસે મચ્છુ નદી પર પુલ આવેલ છે તે પુલ બંને સાઈડ નદીમાં જવા માટે રસ્તો છે તે પણ દિવાલ ચણીને સાઈડ બંધ કરવી જોઈએ. આમ તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવે તેવી કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે.

(12:45 AM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 