<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

લવ જેહાદ સામે કચ્છમાં સમસ્ત હિન્દુ સમાજની મહા રેલી: હિન્દુ યુવતીને ભગાડી ગયેલ વિધર્મી યુવાનને ઝડપી પાડવા માંગ

એક મહિનો થયો ફરિયાદ બાદ હજી પત્તો નથી, ચાર યુવતીઓ લવજેહાદમાં લાપતા, સરકાર, તંત્ર સમક્ષ કડક કાર્યવાહી કરવા માંગ

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છ જિલ્લામાં સતત વધી રહેલા લવ જેહાદના કિસ્સાને લઈને ભુજમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. એક મહિના અગાઉ  અબડાસાના ખારુઆ ગામની દલિત યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયો છે. આ બનાવમાં આજ દિવસ સુધી યુવતીનો કોઈ પતો મળ્યો નથી. તે અનુસંધાને ફરિયાદ અને ધરણા કર્યા બાદ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી લવ જેહાદની ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

    અબડાસા તાલુકાના ખારુઆ ગામની દલિત સમાજની યુવતીને  સામત્રા ગામનો  ઇકરામ બાફણ નામનો મુસ્લિમ યુવક લલચાવી ફોસલાવીને ભગાડી ગયેલ હતો. જે બાદ પરિવારે કોઠારા પોલીસને જાણ કરી હતી જેને આજે એક મહિનો વીતી ગયા છતાં પરિવારને યુવતી મળી નથી. કચ્છ જિલ્લામાં અલગ અલગ ચાર જેટલી લવ જેહાદની ઘટનાઓ બની છે. જેમાં આજદિન સુધી યુવતીઓનો કોઈ અતોપતો મળ્યો નથી. લવ જેહાદની ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી કલેકટરને રજુઆત કરી હતી. લવ જેહાદ પાછળ મોટું ષડયંત્ર હોવાની આશંકા હોવાની હિન્દુ સમાજે  શક્યતા વ્યક્ત કરી. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી પીડિત પરિવારને ન્યાય મળે તેવી રજુઆત કરાઈ હતી

(8:55 PM IST)