તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
ટ્રકમાં જુનાગઢમાં કતલખાને લઇ જવાતા પશુઓને મુકત કરાયાઃ ર ઝડપાયા
આફતાબ કારવાત અને ઝાવીદ બાવનકા સામે ગુન્હો : ટ્રક સહિતનો મુદામાલ જપ્ત કરતી સી ડીવીઝન પોલીસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૬: રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢ વિભાગ, હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવાયા છે.
જેમાં પોલીસે આફતાબ ઝાકીરભાઈ કારવાત જાતે ખાટકી ઉ.વ.૨૦ ધંધો ડ્રાઇવીંગ રહે. નવાગઢ ગેસ ગોડાઉન પાસે અખતરભાઇ બાવનકા ની સાથે તા.જેતપુર જી.રાજકોટ મુળ વતન રાજકોટ રામનાથ પરા જુમા મજીદ ચોક અને ઝાવીદભાઇ સુલેમાનભાઇ બાવનકા જાતે ખાટકી ઉ.વ.૨૦ ધંધો કન્ટ્રકટર રહે નવાગઢ ગેસ ગોડાઉન પાસે તા.જેતપુર જી.રાજકોટની ધરપકડ કરી છે.
પોલીસે અશોક લેલન ટ્રક વાહન રજી નં RJ-19-GG-૫૫૩૪ કિ.રૂ. ૭,૦૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- જપ્ત કરેલ છે.
કતલખાને જતા બચાવેલ પશુ - ભેસ જીવ - ૬ કુલ.કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-, ભેસના પારૂ પાડા જીવ - ૨ કુલ કિ.રૂ. ૨૪,૦૦૦/ને છોડાવ્યા છે.
આ કામગીરીમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રો. પોલીસ ઇન્સપેક્ટર વિ.જે.સાવજ સા. તથા એ.એસ.આઇ. એન.આર.ભેટારીયા, પો.કોન્સ. જીલુભા ઠારણભાઇ ગાંગણા, પો.કોન્સ. અજયભાઇ આસનદાસ તથા પો.કોન્સ. મનહરભાઇ જેરામભાઇ ટાંક વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
