તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
કોટડાસાંગાણીના હડમતાળા જીઆઇડીસીમાં દિવાલ ધસી પડતા મનસુખભાઇ જાદવનું મોત

તસ્વીરમાં મોતને ભેટેલ આઘેડનો મૃતદેહ ઘટના સ્થળ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)
(હરેશ ગોંડલીયા દ્વારા) ગોંડલ તા. ૬ :.. હડમતાળા GIDC માં COSMOS ટેક્રોકાસ્ટ પ્રા.લી.માં દિવાલ પાડવાનું કામ દરમિયાન અચાનક દીવાલ પડતા એકનું ધટના સ્થળે મોત થયું હતું જયારે એકનો આબાદ બચાવ થયો હતો ધટનાની જાણ કોટડા સાંગાણી પોલીસને થતાં દોડી જઇ મળતકને ગોંડલ સીવીલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી
પ્રાપ્ત થતી વિગતો મુજબ કોટડા સાંગાણી તાલુકાના હડતાળા GIDC વિસ્તારના કારખાનામાં હિટ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જૂની દીવાલ બ્રેકર વડે બે વ્યક્તિ પાડી રહ્યા હતા.એ દરમિયાન બ્રેકરની ધળજારીથી અચાનક દિવાલમાં મોટું ગાબડું માથે પડતા મનસુખભાઈ માવજીભાઈ જાદવ ઉ.વ.૪૮ રહે જુનાગઢ પંચેશ્વર રોડ આર્યુવેદીક હોસ્પિટલ બાજુમાંનુ ધટના સ્થળે મોત થવા પામ્યું હતું જ્યારે તેમની સાથે કામગીરી કરતો પ્રતાપ બાબુભાઈ સોમાણી ઉ.વ. ૨૦ નો ચમત્કારી આબાદ બચાવ થવા પામ્યો હતો.મળતક મનસુખભાઈ માવજીભાઈ જાદવ છુટક મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને સંતાનમાં ત્રણ પુત્રો હોવાનું જાણવા મળ્યું હતું ધટનાની જાણ કોટડા સાંગાણી પોલીસને થતાં દોડી જઇ મળતકને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પી.અર્થે ખસેડી કોટડાસાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
