<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

કચ્છમાં શિક્ષકોની ઘટને લઈ નલિયામાં આંદોલન, સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ હાઈવે ચક્કાજામ કર્યો

ભરતી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી: કચ્છના 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધીની ચીમકી આપી

કચ્છ જિલ્લામાં 4700 શિક્ષકોની ઘટ પુરવા માંગણી સાથે વિદ્યાર્થીઓએ હાથમાં બેનર રાખી વિરોધ નોંધાવ્યો હતો. સરકારી જાહેરાત બાદ ભરતી ન કરાતા ભારે રોષ ફેલાયો છે , સામાજિક આગેવાન સહિત વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા , 1 મહિનામાં ભરતી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે , કચ્છના 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધીની ચીમકી આપી છે , કચ્છ જિલ્લામાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવા માગ ઉઠી છે 

(12:20 AM IST)