તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
જુનાગઢમા ૧૩ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૪, રોકડ રકમ, કિંમતી સામાનના બેગ, અગત્યના ડોક્યુમેન્ટ સહિત રૂ. ૧,૧૭,૯૫૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા
જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જૂનાગઢ જિલ્લાના અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરીને "પોલીસ પ્રજાનો મિત્ર" છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના

વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨ : જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરીને પોલીસ પ્રજાનો મિત્ર છે,.એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંત જ ડીટેક્ટ કરવા તથા ટ્રાફીક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે. ડી.વાય.એસ.પી. મુખ્ય મથક એ.એસ.પટણીબ્જના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૧૩ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૪, એર કંડિશનર ઇન્સ્ટોલેશનની ટુલકીટનું ખોવાયેલ બેગ, ઓટો રિક્ષાનો સેલ્ફ, રોકડ રકમ સહિતનું પાકીટ, થેલી તથા અગત્યના ડોક્યુમેન્ટ મળી કુલ કિંમત રૂ.૧,૧૭,૯૫૦/-નો મદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ
(૧)અરજદાર ફરઝાનાબેન સિકંદરભાઇ સિપાહી જૂનાગઢના વતની હોય ફરઝાનાબેન ચિતાખાના ચોકથી ઓટો રિક્ષામાં બેસી હર્ષદનગર (ખામધ્રોલ) તરફ જતા હોય હર્ષદનગર ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેઓને માલૂમ થયેલ કે તેમનો રૂ.૧૨,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો મોબાઇલ ફોન ઓટો રિક્ષામાં જ ભૂલાય ગયેલ હોય. સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા* ફરઝાનાબેનનો રૂ.૧૨,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો મોબાઇલ ફોન જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-10-Z-0712 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા ફરઝાનાબેનનો રૂ.૧૨,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો મોબાઇલ ફોન તેમની પાસે હોવાનુ જણાવેલ હતું
(૨) અરજદાર ધર્મનાથ વાઘમારે પોરબંદરના રહેવાસી હોય અને પોરબંદર નેવીમાં સર્વિસ કરતા હોય ધર્મેશભાઇ પોરબંદરથી જૂનાગઢ ખાતે ફરવા આવેલા હોય. તેઓ ભવનાથથી ઓટો રિક્ષામાં બેસી ઝાંસી સર્કલ તરફ જતા હોય. ઝાંસી સર્કલ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Vivo કંપનીનો Y53 મોબાઈલ ફોન ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી* ધર્મનાથનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Vivo કંપનીનો Y53 મોબાઈલ ફોન જે ઓટો રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-10-TZ-0801 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. ધર્મનાથ વાઘમારેનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Vivo કંપનીનો Y53 મોબાઈલ ફોન ફક્ત ૧ જ ક્લાકમાં શોધી આપતા ધર્મનાથ ભાવુક થઇ ગયેલ અને નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કરેલ હતો.
(૩) અરજદાર હિરેનભાઇ અમૃતભાઇ પ્રજાપતિ મહેસાણાના વતની હોય અને ભવનાથ ખાતે પોતાના પરીવાર સાથે ફરવા આવેલ હોય હિરેનભાઇ તથા તેમનો પરીવાર ઓટો રિક્ષામાં બેસી ભવનાથ આવેલ હોય તથા ભવનાથમાં અલગ-અલગ જગ્યાએ ફરતા હોય તે દરમ્યાન તેમનું રોકડ રૂપીયા ૨૨,૦૦૦/- સહિતના સામાનનું બેગ ક્યાંક ભુલાઇ ગયેલ હોય જે બેગમાં રોકડ રૂપિયા, અગરબત્તી,ચંદન તથા અન્ય જરૂરી સામાન હોય હિરેનભાઇ તથા તેમનો પરીવાર જે ઓટો રિક્ષામાં આવેલ હોય તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરા* ચેક કરતા હિરેનભાઇ તથા તેમનો પરીવાર ઓટો રિક્ષામાંથી ઉતરી ગીરનાર સીડી તરફ જતા હોય હોય ગીરનાર સીડીએ શ્રી સ્વામી સમર્થ મંદીરે દર્શન કરવા ગયેલ હોય તે દરમ્યાન તેમનું રોકડ રૂપિયા ૨૨,૬૦૦/- સહિતનના સામાનનું બેગ મંદીરે જ ભુલી ગયેલ હોય તેવું CCTV કેમેરામાં સ્પષ્ટ જણાય આવેલ. નેત્રમ શાખાનાં સ્ટાફ દ્વારા તે મંદિરે રૂબરુ જઇ તપાસ કરતા હિરેનભાઇનુ રોકડ રૂપિયા ૨૨,૬૦૦/- સહિતના સામાનનું બેગ ત્યાથી મળી આવેલ *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર હિરેનભાઇ અમૃતભાઇ પ્રજાપતિનું રોકડ રૂપીયા ૨૨,૬૦૦/- સહિતનુ બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ છે.
(૪) અરજદાર ગૌરાંગભાઇ હસમુખભાઇ સરવાળીયા અમદાવાદના વતની હોય જૂનાગઢ ખાતે જરૂરી કામ સબબ આવેલા હોય ગૌરાંગભાઇ ઝાંઝરડા રોડ પર આવેલ માર્ટીનોઝ પીઝ્ઝામાં ગયેલ હોય. ત્યારબાદ તેઓ ઝાંઝરડા રોડથી ઓટો રિક્ષામાં બેસી મજેવડી ગેટ તરફ જતા હોય મજેવડી ગેટ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૩૩,૬૫૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય તે બેગમાં Redmi કંપનીનો Note 9S મોબાઈલ ફોન કિં.રૂ. ૧૮,૦૦૦/-, સ્માર્ટ વોચ કિં.રૂ. ૭,૦૦૦/-, પાવરબેન્ક,ચાર્જર,ઇયરબર્ડ કિં. રૂ. ૫,૩૦૦/-, રોકડ રૂપીયા ૩,૩૫૦ તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ મળી કુલ કિમત રૂ. ૩૩,૬૫૦/- ના સામાન હોય ગૌરાંગભાઇને અમદાવાદ પરત ફરવું ખૂબ જરૂરી હોય તેમણે તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતાં ગૌરાંગભાઈનું રૂ. ૩૩,૬૫૦/- ની કિમતના સામાનનું બેગ તેમની પાસે હોવાનું જણાવેલ._
(૫) અરજદાર અંકિતભાઇ સુવાલાલભાઇ કુમાવત ઉનાના વતની હોય અને પારૂલ યુનિવર્સિટી વડોદરા ખાતે અભ્યાસ કરતા હોય અંકિતભાઇ ઉનાથી ઇકો ગાડીમાં બેસી જૂનાગઢ ખાતે ફરવા આવેલ હોય. ભુતનાથ ફાટક પાસે ઇકો ગાડીમાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો Vivo કંપનીનો Y22 મોબાઈલ ફોન ઇકો ગાડીમાં જ ભુલાઇ ગયેલ હોય. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી અંકિતભાઇનો રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો Vivo કંપનીનો Y22 મોબાઈલ ફોન જે ઇકો ગાડીમાં ભુલાઇ ગયેલ હોય તે ઇકો ગાડીનો રજી. નં. GJ-03-BW-7681 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઇકો ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. *આમ અરજદાર અંકિતભાઇ સુવાલાલભાઇ કુમાવતનો રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતનો Vivo કંપનીનો Y22 મોબાઈલ ફોન ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ હતો.
(૬) અરજદાર મહમદભાઇ અમનસાદખાન બિહારના વતની હોય. અને અમદાવાદ ખાતે સેન્ટ્રલ એર કંડિશનર ઇન્સ્ટોલેશન તથા રીપેરીંગનું કામ કરતા હોય મહમદભાઇ અમદાવાદથી જૂનાગઢ પારસધામ ખાતે એર કંડિશનર ઇન્સ્ટોલેશન માટે આવેલ હોય મહમદભાઇ પારસધામ ખાતે જવા માટે મજેવડી ગેટથી ઓટો રિક્ષામાં બેસેલ. ભવનાથ ખાતે ઓટૉ રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેઓ એર કંડિશનર ઇન્સ્ટોલેશન માટે સાથે લાવેલ રૂ. ૮,૦૦૦/- ની કિંમતની ટુલ કીટનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા મહમદભાઇ મજેવડી ગેટથી ભવનાથ જવા માટે જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી મહમદભાઇનું રૂ. ૮,૦૦૦/- ની કિંમતનું એર કંડિશનર ઇન્સ્ટોલેશન ટુલકીટનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-07-AT-0825 શોધેલ. નેત્રમ શાખા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા મહમદભાઇનું રૂ. ૮,૦૦૦/- ની કિંમતનું એર કંડિશનર ઇન્સ્ટોલેશન ટુલકીટનું બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર મહમદભાઇ અમનસાદખાનનું રૂ. ૮,૦૦૦/- ની કિંમતનું એર કંડિશનર ઇન્સ્ટોલેશન ટુલકીટનું બેગ ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ છે.
(૭) અરજદાર તોસીફભાઇ હનીફભાઇ કુરેશી જૂનાગઢના વતની હોય. અને ઓટો રિક્ષા ચલાવી પોતાનું તથા પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોય તોસીફભાઇ પોતાની ઓટો રિક્ષા લઇ ભવનાથથી રેલ્વે સ્ટેશન તરફ જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૫,૦૦૦/- ની કિંમતનો ઓટો રિક્ષાનો સેલ્ફ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની* મદદથી ચેક કરતા તોસીફભાઇનો ઓટો રિક્ષાનો સેલ્ફ પરીક્રમા ગેટ પાસે પડતો હોવાનો CCTV માં જણાય આવેલ ત્યારબાદ તુરંત જ એક અજાણ્યો ઓટો રિક્ષા ચાલક આવી તે સેલ્ફ ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા ઓટો રિક્ષા ચાલકનો સમગ્ર રૂટ ચેક કરી તે ઓટો રિક્ષાના રજી નં. GJ-03-AZ-6943 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તોસીફભાઇનો રૂ. ૫,૦૦૦/- ની કિંમતનો ઓટો રિક્ષાનો સેલ્ફ તેમની પાસે હોવાનું જણાવેલ. આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર તોસીફભાઇ હનીફભાઇ કુરેશીનો રૂ. ૫,૦૦૦/- ની કિંમતનો ઓટો રિક્ષાનો સેલ્ફ ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ છે.
(૮) જૂનાગઢ શહેરના જગમાલ ચોક વિસ્તારમાં રોકડ રૂપિયા ૪,૭૦૦/- તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પાકીટ રસ્તા પર પડેલ હોય. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતાં એક બાઇક ચાલક ત્યાથી પસાર થાય તે દરમ્યાન તેમનું પાકીટ પડી ગયેલ હોય. જે પાકીટમાં રોકડ રૂપિયા ૪,૭૦૦/- તથા આધારકાર્ડ, પાનકાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય કોઇ વ્યક્તિનું રોકડ રૂપીયા તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પાકીટ પડી ગયેલ છે તેવી કોઇ પોલીસ સ્ટેશન ખાતે અરજી આવેલ છે કે કેમ? તેવી પણ તપાસ કરેલ નેત્રમ શાખા દ્વારા તે બાઇક ચાલાકનો સમગ્ર રૂટ ચેક કરી તે બાઈકના રજી નં. GJ-11-CA-8240 શોધેલ જે આધારે તે બાઇક ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે વ્યક્તિએ જણાવેલ કે તેમનું નામ પ્રવિણભાઇ કલ્યાણજીભાઇ હિરપરા હોય અને બામણગામના રહેવાસી હોય તેમનું રોકડ રૂપિયા ૪,૭૦૦/- સહિતનું પાકીટ ખોવાયેલ હતું જે બાબતનો તેમને ખ્યાલ જ ના હોય. પ્રવીણભાઈ માટે તે પાકીટ મળવું તેમના માટે ખૂબ જરૂરી હોય.નેત્રમ શાખા દ્વારા પ્રવીણભાઈ હિરપરાનું રોકડ રૂપિયા ૪,૭૦૦/- સહિતનું પાકીટ પ્રવીણભાઇ પોલીસને જાણ કરે તે પહેલા પોલીસે જ સામેથી જાણ કરેલ તેમનુ પાકીટ મેળવી જાવ આવી વાત સાંભળી પ્રવીણભાઈ ખુશ થઇ ગયેલ અને પોતાનું પાકીટ સામેથી બોલાવી પરત આપવા બદલ નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કરેલ તથા તે સજ્જન વ્યક્તિનો પણ ખૂબ આભાર માનેલ છે.
(૯) અરજદાર ચૌહાણ કૃપાબેન ભરતભાઇ જૂનાગઢના વતની હોય. કૃપાબેન સરદારબાગથી ઓટો રિક્ષામાં બેસી ચોબારી રોડ તરફ જતા હોય ચોબારી રોડ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનની થેલી ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય જે થેલીમાં કપડા તથા અન્ય જરૂરી સામાન હોય. કૃપાબેને તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની* મદદથી ચેક કરી કૃપાબેનની રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનની થેલી જે ઓટો રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-18-U-2111 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા કૃપાબેનની રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનની થેલી તેમની પાસે હોવાનું જણાવ્યું હતુ
(૧૦) અરજદાર વરુણભાઇ મહેશભાઇ બારડ કોડીનાર (ગીર સોમનાથ)ના વતની હોય. અને જૂનાગઢ ફરવા માટે આવેલા હોય. વરુણભાઇ ભવનાથથી ઓટો રિક્ષામાં બેસી બસ સ્ટેશન તરફ જતા હોય બસ સ્ટેશન ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમના રોકડ રૂપિયા રૂ. ૧૨૦૦/- તથા કપડાં સહિત કુલ કિંમત રૂ.૩૦૦૦/- સહિતનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા વરુણભાઇ બસ સ્ટેશન જવા માટે જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી વરુણભાઇનું રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-23-AU-2041 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા વરુણભાઇનું રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર વરુણભાઇ મહેશભાઇ બારડનું રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ છે.
(૧૧) અરજદાર રાજભાઇ જયેશભાઇ સેંજલીયા જેતપુરના વતની હોય. અને જૂનાગઢ ફરવા માટે આવેલા હોય. રાજભાઇ ભવનાથથી ઓટો રિક્ષામાં બેસી ગીતા લોજ તરફ જતા હોય ગીતા લોજ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ.૧૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની* મદદથી ચેક કરી રાજભાઇનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-23-Z-2547 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા રાજભાઇનું રૂ.૧,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર રાજભાઇ જયેશભાઇ સેંજલીયા રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ છે.
(૧૨) અરજદાર મનીષભાઈ રતીલાલભાઈ હિરપરા જૂનાગઢના રહેવાસી હોય. મનીષભાઈ મીરાનગરથી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક સરદાર બાગ તરફ જતાં હોય તે દરમ્યાન તેમની બાઈકમાં રાખેલ ૧૦ પાસબુક સહિતની થેલી રસ્તામાં કયાક પડી ગયેલ હોય મનીષભાઈ સરદાર બાગ ખાતે જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ પાસબુકની થેલી મળી આવેલ નહીં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા મનીષભાઇની ૧૦ પાસબુક સહિતની થેલી સરદાર બાગ સુધી તેમની બાઈકમાં રાખેલી જોવા મળેલ ત્યારબાદ તે થેલી બાઈકમાં જણાય આવતી નથી જે આધારે સરદાર બાગ ખાતે જઇ આજુબાજુ તપાસ કરતાં મનીષભાઈની બેન્કની ૧૦ પાસબુક સહિતની થેલી મળી આવેલ. *આમ નેત્રમ શાખા દ્વારા મનિષભાઈ મેતાને તેમની બેન્કની ૧૦ પાસબુક સહિતની થેલી તાત્કાલીક શોધી આપતા મનિષભાઈએ નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કરેલ છે.
(૧૩)અરજદાર જાદવ પૃથ્વીરાજ અરશીભાઇ ગીર સોમનાથના વતની હોય અને ઓમ બોયઝ હોસ્ટેલમાં જૂનાગઢમાં રહી આભ્યાસ કરતા હોય. પૃથ્વીરાજ કાલરીયા સ્કુલથી ઓટો રિક્ષામાં બેસી ભવનાથ જતા હોય ભવનાથ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય જે બેગમાં પૃથ્વીરાજની ધોરણ ૧૦ ની માર્કશીટ, ધોરણ ૧૨ ની માર્કશીટ, ડિગ્રી સર્ટીફિકેટ, જાતી પ્રમાણપત્ર, આધારકાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય જરૂરી સામાન હોય. બેગમાં રહેલ ડોક્યુમેન્ટ્સ પૃથ્વીરાજના ભવિષ્યના અભ્યાસ માટે તથા નોકરી મેળવવા માટે ખૂબ જ અગત્યના હોય ડોક્યુમેન્ટ્સ મળવા તેમના માટે ખૂબ જરૂરી હોય ખોવાયેલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની* મદદથી ચેક કરી પૃથ્વીરાજનું અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-03-BU-0344 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા પૃથ્વીરાજનું અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. *આમ અરજદાર પૃથ્વીરાજ અરશીભાઇ જાદવનું અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ ગણતરીની ક્લાકમાં શોધી આપતા પૃથ્વીરાજ ભાવુક થઇ ગયેલ અને નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કરેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
